AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIએ ઊંઝાના MLA આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

Ashaben Patel passes away : વડાપ્રધાન મોદીએ લખ્યું, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

PM MODIએ ઊંઝાના MLA આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
PM Narendra Modi paid tributes to Unjha MLA Ashaben Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:20 PM
Share

DELHI : ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો વડાપ્રધાન મોદીએ પણ આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

વડપ્રધાન મોદીએ એક ટ્વીટમાં લખ્યું – “ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી..”

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કરતા લખ્યું – “મધ્યાહને સુરજ આથમ્યો …..નાની ઉમરે લડાયક અને જાગૃત જન પ્રતિનિધિ તરીકે હરહંમેશ પ્રજાની પડખે રહેનાર ડૉ. આશાબેન પટેલના અવસાનથી ઊંડા શોકની લાગણી અને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું.”

તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લખ્યું – “ઊંઝા ધારાસભ્યશ્રી અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર અમારા સાથી અને સહયોગી અને મહિલા અગ્રણી ડૉ. આશાબેન પટેલના દુઃખદ અવસાનથી અમે સર્વ આઘાતની લાગણી અનુભવીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન કરે એ જ અભ્યર્થના…”

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">