કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ashaben Patel passes away : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું, " તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Ashaben Patel passes away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 3:03 PM

GANDHINAGAR : ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું, ” ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. “ૐ શાંતિ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. CM ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલે લખ્યું – “ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનાં આકસ્મિક દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. ભાજપા એ સક્રિય અને લડાયક મહિલા આગેવાન ગુમાવ્યા છે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને સદ્ગતી અર્પે અને પરિવારને તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.”

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તેમજ અંજારના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ TV9 સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે 3 દિવસ પહેલા તેઓ આશાબેન પટેલ સાથે સંસદ સભ્ય શારદાબેનના ઘરે સાથે હતા. આશાબેનના નિધનથી ઘેરો આધાત લાગ્યો છે. તેમના નિધનથી સેવા ક્ષેત્રે જે ખોટ પડી છે એ પૂરી શકાય એમ નથી.

આ પણ વાંચો : જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર

g clip-path="url(#clip0_868_265)">