AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતનાએ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા

Gujarat News : 1 મે એટલે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનમાં અનેક લોકોએ શહીદી વહોર્યા બાદ ગુજરાતને નવી ઓળખ મળી હતી. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે.

PM નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતનાએ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 12:02 PM
Share

1 મે એટલે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનમાં અનેક લોકોએ શહીદી વહોર્યા બાદ ગુજરાતને નવી ઓળખ મળી હતી. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને પ્રજાને ગુજરાતની પ્રગતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, ગુજરાતે પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિથી એક છાપ ઉભી કરી છે. પ્રાર્થના કરૂં છું કે આગામી સમયમાં ગુજરાત નવી ઉંચાઇઓ સર કરે.

Greetings on Gujarat Sthapana Diwas. Gujarat has made a mark due to its all round progress as well as its unique culture. I pray that the state continues to scale new heights of development in the times ahead.

— Narendra Modi (@narendramodi) May 1, 2023

આ પણ વાંચો- Breaking News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં નહીં થાય સામેલ

બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યુ છે કે આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની જનતાને શુભકામના પાઠવતા લખ્યુ કે- સૌ નાગરિકોને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામના. રાજ્યની સ્થાપનામાં અને ગૌરવવંતા વિકાસમાં યોગદાન આપનાર સૌને કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. ગુજરાત રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે અને ગુજરાતના લોકો સદૈવ સુખ, શાંતિ, સમૃદ્ધિ પામે એજ અભ્યર્થના.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">