PM મોદીએ દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી અભિપ્રાય મેળવ્યા, જાણો ક્યાં મુદ્દાઓ ઉપર ભાર મુકાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM NARENDRA MODI)એ શુક્રવારે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. નીતિ આયોગે આ બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.

PM મોદીએ દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી અભિપ્રાય મેળવ્યા, જાણો ક્યાં મુદ્દાઓ ઉપર ભાર મુકાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 09, 2021 | 9:34 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM NARENDRA MODI)એ શુક્રવારે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. નીતિ આયોગે આ બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી. દેશમાં કોરોના વાઈરસ રોગચાળાના સંજોગો હાલ કંઈક અંશે નિયંત્રણ હેઠળ છે અને રસીકરણ અભિયાન પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે ફરીથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયત્નો ઝડપી બનાવ્યા છે.

અર્થવ્યવસ્થામાં એક વર્ષમાં રિકવરીની ધારણા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

બેઠક દરમિયાન તમામ અર્થશાસ્ત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સંમત થયા હતા કે અર્થતંત્રમાં મજબુત થવાના સંકેતો છે. એવી અપેક્ષા છે કે આવતા વર્ષ સુધીમાં અર્થવ્યવસ્થામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. બેઠકમાં હાજરી આપનારા અર્થશાસ્ત્રીઓ માને છે કે પાછલા વર્ષોમાં કરવામાં આવેલા મૂળભૂત સુધારાઓ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરશે.

નિષ્ણાંતોએ આ સૂચનો આપ્યા હતા

આ બેઠકમાં સામેલ આર્થિક નિષ્ણાંતોએ સરકારને ઘણા સૂચનો આપ્યા, જેમાં દેશના માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે મોટાભાગના લોકો એકમત દેખાયા હતા. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરીને અર્થવ્યવસ્થાને તેનો સીધો ફાયદો મળશે. ઉપરાંત, ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી છે. સરકાર દ્વારા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે લાવવામાં આવેલી પ્રોડક્શન-લિંક્ટેડ પ્રોત્સાહન યોજનાની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

સરકારનું ધ્યાન શિક્ષણ, આરોગ્ય પર પણ રહેશે

બેઠક દરમિયાન દેશમાં આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પણ રોકાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દેશના વિકાસમાં નોલેજ ઈકોનોમીની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. મીટિંગ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં સુધારણા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ઘરેલું બચતની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ કહ્યું ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભારતીય કંપનીઓ જોડાય

બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળાને લઈને ઉદભવતા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે વડાપ્રધાને કૃષિ, વ્યાપારી કોલસાના ખાણકામ અને મજૂર કાયદામાં થયેલા સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અને તેમના વિઝન વિશે કહ્યું હતું કે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભારતીય કંપનીઓ જોડાય.

આ પણ વાંચો: INDvsAUS: સિડની ટેસ્ટ બાદ બોલ્યો રવિન્દ્ર જાડેજા, ટોપ ઓર્ડરમાં પણ જવાબદારી નિભાવી શકાય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">