પીએમ મોદીના ભાષણે પાપુઆ ન્યુ ગિનીની શિક્ષિકાનું બદલ્યુ જીવન, સિન્થિયા ચાંગૌ બની સફળતાનું ઉત્તમ ઉદાહરણ

|

Feb 22, 2024 | 4:52 PM

પાપુઆ ન્યુ ગિનીની રહેવાસી સિન્થિયા ચાંગૌ આજે સફળતાનું નવુ ઉદાહરણ બની ગઈ છે.સિન્થિયા ચાંગૌ પોતાની સફળતા પાછળનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિઝનને આપવા માગે છે.

પીએમ મોદીના ભાષણે પાપુઆ ન્યુ ગિનીની શિક્ષિકાનું બદલ્યુ જીવન, સિન્થિયા ચાંગૌ બની સફળતાનું ઉત્તમ ઉદાહરણ

Follow us on

પાપુઆ ન્યુ ગિનીની રહેવાસી સિન્થિયા ચાંગૌ આજે સફળતાનું નવુ ઉદાહરણ બની ગઈ છે.સિન્થિયા ચાંગૌ પોતાની સફળતા પાછળનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિઝનને આપવા માગે છે. સિન્થિયા ચાંગૌએ જણાવ્યુ કે પીએમ મોદીની કલ્યાણકારી યોજનાઓ, વિકાસ મોડલ અને આત્મનિર્ભરતાના સંદેશથી તે ખૂબ પ્રભાવિત છે.39 વર્ષની શિક્ષિકા સિન્થિયા ચાંગૌએ વધુમાં જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની નીતિ પ્રોત્સાહન આપનારી છે.પીએમ મોદીના ભાષણે મારું જીવન બદલી નાખ્યું.

સિન્થિયા ચાંગૌની સફળતાની વાર્તાને લોકો સુધી પહોંચાડવા માટે, PNG ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે તેના ટ્વિટર પર તેના વિશે પ્રકાશિત અહેવાલની ક્લિપિંગ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યુ છે કે સિન્થિયા ચાંગૌની પ્રેરણાદાયી વાર્તા જોઈને આનંદ થયો. તેની આગળ લખ્યું છે કે-તેણે ગુજરાતની એન્ટપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ લીધી હતી.

સિન્થિયા પાપુઆ ન્યુ ગિનીની રહેવાસી છે

સિન્થિયા ચાંગૌ મૂળ પૂર્વ સેપિકની રહેવાસી છે.પૂર્વ સેપિકએ પાપુઆ ન્યુ ગિની રાજ્ય છે. તેના પરિવારના પાંચ સભ્યો સાથે મળીને, સિન્થિયા ચાંગૌએ એક નવી પ્રેરણાદાયી સફળતાની વાર્તા લખી છે. તેમણે ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં એક નવુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સિન્થિયા ચાંગૌની ભારતની મુલાકાત ઓનલાઈન કોમર્સ પર આધારિત તાલીમ દરમિયાન થઈ હતી. તેમણે તેમના એન્ટરપ્રાઇઝ માટે ગુજરાતમાં અમદાવાદને પસંદ કર્યું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સિન્થિયા ચાંગૌ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કામ કરવા માગતી હતી.પરંતુ તે વિદેશ જઈને કામ કરે તેવી કોઈ શક્યતા ન હોતી. જો કે ગુજરાતની ધરતી પર જ્યારે તેમને આ તક મળી ત્યારે તેઓ તેને છોડવા માગતા ન હતા. વિવિધ દેશોના 28 સહભાગીઓમાં તે એકમાત્ર પાપુઆ ન્યુ ગિની હતી. સિન્થિયા હવે બુબિયા લુથરન પ્રાથમિક શાળામાં ભણાવી રહી છે. તેણે 2012માં લોકોને ઓનલાઈન વસ્તુઓ કેવી રીતે ખરીદવી તેની તાલીમ આપવા માટે પોતાનું કામ શરૂ કર્યું. તે સમયે ઘણા લોકોમાં ઓનલાઈન શોપિંગની આવડતનો અભાવ હતો.

પીએમ નરેન્દ્ર મોદીનું તે ભાષણ

સિન્થિયા ચાંગૌનું કહેવુ છે કે ઘણી વખત લોકો ઓનલાઈન જે ખરીદે છે તે વસ્તુ મળતી નથી. તેથી તેમને જણાવ્યુ કે હું તાલીમનું આયોજન કરીને તેમને મદદ કરવા માગુ છુ. તેમણે એમ પણ કહ્યું કે તેમની ભારત મુલાકાત દરમિયાન તેમણે એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેતા સાંભળ્યા હતા કે “નાગરિકોએ એક સ્વપ્ન જોવું જોઈએ, અને જો કોઈનું સ્વપ્ન હોય, તો હું તે સ્વપ્ન સાકાર કરીશ”. સિન્થિયા કહે છે કે તે પીએમ મોદીના આ ભાષણથી ખૂબ જ પ્રેરિત છે.

Next Article