વડાપ્રધાન મોદીની સાઈપ્રસ યાત્રા શા માટે ખાસ ગણાઈ રહી છે? વાંચો તુર્કિય સાથેનો તેનો વિવાદ અને મોદીની આ યાત્રાથી શું જશે સંદેશ?
વિશેષજ્ઞો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઈપ્રસની મુલાકાતને તુર્કિય સાથેની રણનીતિની દૃષ્ટએ મહત્વની ગણાવી રહ્યા છ. તુર્કિયે આજકાલ પાકિસ્તાન સાથેના તેમના સંબંધો વધુ ગાઢ કર્યા છે. ત્યારે આવો જાણીએ કે સાઈપ્રસ ભારત માટે કેમ મહત્વનું છે

સાઈપ્રસ પૂર્વ ભૂમધ્ય સાગરમાં આવેલ એક ટાપુ છે જે તુર્કિય અને સિરીયાની સૌથી નજીક છે. ભૌગૌલિક દૃષ્ટિએ એશિયામાં હોવા છતા આ યુરોપિયન યુનિયનનું સદસ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની તેમની યાત્રાના પહેલા તબક્કામાં રવિવારે સાઈપ્રસ પહોંચ્યા. છેલ્લા 20 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ સાઈપ્રસની મુલાકાત છે. તેમની આ યાત્રા દરમિયાન PM મોદી રાજધાની નિકોસિયાએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ સાથે ચર્ચા કરશે. તથા લિમાસોલમાં વ્યાપારિક નેતાઓને સંબોધન કરશે. તુર્કિયને શું સંદેશ જશે? સાઈપ્રસ પૂર્વી ભૂમધ્ય સાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. જે તુર્કિય અને સિરીયાની ઘણો નજીક છે. ભૌગોલિક રીતે એશિયામાં આવેલો હોવા છતા તે યુરોપીયન યુનિયનનું સદસ્ય છે. આ ટાપુ દેશને 1960માં બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. તેના બે મુખ્ય સમુદાયો જેમા ગ્રીક સાઈપ્રસ અને તુર્કી સાઈપ્રસે સત્તાની ભાગીદારીમાં ભાગ લીધો હતો જે માત્ર ત્રણ વર્ષમાં જ...
