AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આજે મેરઠમાં વિશાળ જનસભાને સંબોધશે, સ્ટેજ પર સાથે હશે જયંત ચૌધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં રેલી કરવાના છે. મેરઠથી ભાજપે ટીવી સીરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન મોદી મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે.

PM મોદી આજે મેરઠમાં વિશાળ જનસભાને સંબોધશે, સ્ટેજ પર સાથે હશે જયંત ચૌધરી
PM Modi
| Updated on: Mar 31, 2024 | 8:57 AM
Share

ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મિશન 400ને પાર કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. દક્ષિણમાં મતદારોને રીઝવવા સાથે પીએમ ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ રાજ્યમાં પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ અંતર્ગત પીએમ મોદી રવિવારથી ઉત્તર પ્રદેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં રેલી કરવાના છે. મેરઠથી ભાજપે ટીવી સીરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન મોદી મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. આ સાથે વિપક્ષી પાર્ટીઓ પીએમના નિશાના પર રહેશે.

રેલીમાં સામેલ થશે સહયોગી દળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ભાજપના તમામ સહયોગી પક્ષોના પ્રમુખો પણ ભાગ લેશે. જેમાં આરએલડી પ્રમુખ જયંત ચૌધરી, અપના દળ-એસ પ્રમુખ અનુપ્રિયા પટેલ અને ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ સામેલ છે. સ્ટેજ પર દરેક વ્યક્તિ એકતાનો સંદેશ આપશે અને ભાજપના ઉમેદવારની જીત માટે અપીલ કરશે.

યુપીની 80 સીટો પર ભાજપનું ફોકસ

કેન્દ્રીય સત્તા હાંસલ કરવામાં ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે ભાજપ ઉત્તર પ્રદેશ પર ઘણું ફોકસ કરી રહ્યું છે. ભાજપ ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ ઉત્તર પ્રદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર પાર્ટી એ જ કરિશ્માનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ભાજપ માટે મોટો મુદ્દો છે, ઈન્ડિયા ગઠબંધન ભાજપના વિજય રથને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે માયાવતી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યમાં પોતાની 2019ની સ્ટાઈલ જાળવી શકશે કે કેમ તે જોવું રહ્યું.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">