વડાપ્રધાન મોદી સોમવારે હિમાચલ પ્રદેશના પ્રવાસે, 11,000 કરોડના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની આપશે ભેટ
આ યોજનાને જમીન પર ઉતારવા માટે કેન્દ્ર સરકાર 6 રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હી સાથે વાતચીત કરી તેમને એક સાથે લાવી. આ પ્રોજેક્ટના નિર્માણ માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે (27 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના મંડી (Mandi)ના પ્રવાસ પર રહેશે. જ્યાં વડાપ્રધાન મોદી બપોરે 12 વાગ્યે 11,000 કરોડ રૂપિયાથી વધારેના હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (Hydropower Projects)નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા વડાપ્રધાન લગભગ 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે.
વડાપ્રધાન રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. લગભગ ત્રણ દાયકાઓથી પેન્ડિંગ આ પ્રોજેક્ટ વડાપ્રધાનના સહકારી સંઘવાદના વિઝનને કારણે શક્ય બન્યો. આ યોજનાને જમીન પર ઉતારવા માટે કેન્દ્ર સરકાર 6 રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હી સાથે વાતચીત કરી તેમને એક સાથે લાવી. આ પ્રોજેક્ટના નિર્માણ માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. દિલ્હી માટે આ પ્રોજેક્ટ ખુબ જ લાભકારક સાબિત થશે. તેના દ્વારા દિલ્હીને દર વર્ષે લગભગ 500 મિલિયન ક્યૂબિક મીટર પાણી આવશે.
લુહરી હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ
વડાપ્રધાન મોદી લુહરી ફેઝ 1 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 210 મેગાવોટના આ પ્રોજેક્ટનું નિર્માણ 1,800 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચ દ્વારા કરવામાં આવશે. તેનાથી દર વર્ષે 750 મિલિયન યૂનિટથી વધારેની વીજળીનું ઉત્પાદન થશે. આ આધુનિક અને ભરોસાપાત્ર ગ્રીડ પ્રદેશની આસપાસના રાજ્યો માટે પણ ફાયદાકારક સાબિત થશે.
ધૌલસિદ્ધ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ
વડાપ્રધાન મોદી ધૌલસિદ્ધ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ હમીરપુર જિલ્લાનો પ્રથમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ હશે. 66 મેગાવોટના આ પ્રોજેક્ટનું નિર્માણ 680 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. તેનાથી દર વર્ષે 600 મિલિયન યૂનિટથી વધારેની વીજળીનું ઉત્પાદન થશે.
સાવરા-કુડ્ડુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન સાવરા-કુડ્ડુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. 111 મેગાવોટના પ્રોજેક્ટના નિર્માણ માટે 2,080 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનાથી દર વર્ષે 380 મિલિયન યૂનિટથી વધારે વીજળીનું ઉત્પાદન થશે અને રાજ્યને વાર્ષિક 120 કરોડ રૂપિયાથી વધારેની આવક કરવામાં મદદ મળશે.
ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટમાં 28,000 કરોડના પ્રોજેક્ટની શરૂઆત
વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની પણ અધ્યક્ષતા કરશે. આ બેઠકથી લગભગ 28,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆતની સાથે આ વિસ્તારમાં રોકાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: BANASKANTHA : ડીસામાં ઓછી અને અનિયમિત બસને કારણે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા નાગરીકો