BANASKANTHA :  ડીસામાં ઓછી અને અનિયમિત બસને કારણે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા નાગરીકો

BANASKANTHA : ડીસામાં ઓછી અને અનિયમિત બસને કારણે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા નાગરીકો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:18 PM

સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં સરકારી બસ અનિયમિત છે.બસોની સંખ્યા પણ ઓછી છે તેથી અવરજવરમાં ભારે અગવડ પડી રહી છે. લોકો ખાનગી વાહનોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

BANASKANTHA : બનાસકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં બસની સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે અગવડ પડી રહી છે. અંતરિયાળ વિસ્તારમાંથી નોકરી કામ ધંધા અને અભ્યાસ અર્થે અપડાઉન કરતા તમામને સરકારી બસના અનિયમિત નેટવર્કને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં સરકારી બસ અનિયમિત છે.. બસોની સંખ્યા પણ ઓછી છે તેથી અવરજવરમાં ભારે અગવડ પડી રહી છે.. ત્યારે ખાનગી વાહનોનો ઉપયોગ કરવા લોકો મજબૂર બન્યા છે.

બનાસકાંઠાના ડીસાથી ધાનેરા તરફ જતા બસ ન મળતા દરરોજ હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ડીસાથી ધાનેરા અપડાઉન કરનારા મુસાફરોએ Tv9 Gujarati સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. અપડાઉન કરનારા એક કર્મચારીએ કહ્યું કે અમારી ઓફીસનો સમય 10 વાગ્યાનો છે અમે રોજ સવારે સાડા નવ વાગ્યા સુધી બેસીએ છીએ, પણ કોઈ નિયમિત બસ નથી. આ કર્મચારીએ કહ્યું કે તે છેલ્લા 6 મહિનાથી અપડાઉન કરે છે, પણ બસ મળતી નથી, માટે એક નિયમિત બસ ફાળવવાની માંગ કરવામાં આવી છે.

અનિયમિત અને ઓછી બસ હોવાને કારણે બસ સામાન્ય નાગરીકોથી ખચોખચ ભરાય છે અને આ સાથે વિદ્યાર્થીઓ પણ બસમાં ચડે છે.એક મહિલા મુસાફરે રોષ ઠાલવતા કહ્યું કે પૂછપરછ કરીએ તો બસનો ફિક્સ ટાઈમ કહેવામાં આવતો નથી.

આ પણ વાંચો : RAJKOT : માતાપિતા વગરની 22 દીકરીઓના ધામધૂમથી લગ્ન, આખ્ખું ઘર ભરાય એટલો કરિયાવર પણ અપાયો

આ પણ વાંચો : VADODARA : ગંદકીનું હેડક્વાર્ટર બની પાદરા મામલતદાર કચેરી, સ્વચ્છતા અભિયાન પર સવાલ

g clip-path="url(#clip0_868_265)">