Breaking News: પરફ્યુમ વેપારી પીયૂષ જૈનની કાનપુરથી ધરપકડ, અત્યાર સુધીના દરોડામાં 357 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત

કાનપુરના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ અત્યાર સુધીના દરોડા દરમિયાન તેમની પાસેથી 357 કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે.

Breaking News: પરફ્યુમ વેપારી પીયૂષ જૈનની કાનપુરથી  ધરપકડ, અત્યાર સુધીના દરોડામાં 357 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત
Kanpur perfume trader Piyush Jain arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:39 PM

Uttar Pradesh માં કન્નૌજના પરફ્યુમ વેપારી પીયૂષ જૈન (Piyush Jain)ની કાનપુર (kanpur)થી ધરપકડ (Arrested) કરવામાં આવી છે. જૈનની કરચોરી બદલ CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીના દરોડા દરમિયાન તેમની પાસેથી 357 કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે.

ગુરુવારે GST ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ એટલે કે DGGI અને આવકવેરા વિભાગે કાનપુરમાં કન્નૌજના પરફ્યુમ વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન છાજલીઓમાંથી એટલા પૈસા મળી આવ્યા કે નોટ ગણવા માટેના મશીનો બોલાવવામાં આવ્યા. કુલ આઠ મશીન દ્વારા નાણાંની ગણતરી કરવામાં આવી હતી.

કાનપુરમાં મોટાભાગના પાન મસાલા ઉત્પાદકો પીયૂષ જૈન પાસેથી પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે. આ દરમિયાન રવિવારે કન્નૌજમાં બિઝનેસમેનના પૈતૃક ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નોટો ગણવા માટે 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા

માહિતી અનુસાર, આવકવેરા વિભાગે ત્યાંથી વસૂલ કરાયેલા નાણાંને 80 બોક્સ દ્વારા મોકલ્યા હતા અને આનંદપુરીના આવાસમાંથી મળી આવેલી નોટોની ગણતરી માટે સ્ટેટ બેંકની ટ્રાન્સપોર્ટ નગર અને માલરોડ શાખામાંથી 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ રકમ ભરવા માટે 80 બોક્સને ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે એક કન્ટેનરમાં આ રકમ પોલીસ અને પીએસીની કડક સુરક્ષા હેઠળ સ્ટેટ બેંકની મોલ રોડ શાખામાં મોકલવામાં આવી હતી. 

ટ્રાન્સપોર્ટરના ઘરેથી રૂ. 1.1 કરોડ મળી આવ્યા

આવકવેરા વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને પીયૂષ જૈનના ઘરેથી મળેલી કડીઓના આધારે સ્કેનર હેઠળ આવેલા ગણપતિ રોડ કેરિયર્સના માલિક પ્રવીણ જૈનના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાંથી આવકવેરા વિભાગને 1.10 કરોડની રોકડ મળી છે. સર્વોદય નગર સ્થિત DGI ઓફિસમાં 12 કલાક સુધી પ્રવીણ જૈનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પ્રવીણના કહેવા પ્રમાણે તે પીયૂષ જૈનનો નજીકનો સંબંધી છે. 

કન્નૌજમાં પરફ્યુમના અન્ય વેપારી પર IT વિભાગે દરોડા પાડ્યા

છે પિયુષ જૈન ઉપરાંત આવકવેરા વિભાગના GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલની ટીમે શુક્રવારે કન્નૌજના હોલી મોહલ્લામાં રહેતા સંદીપ મિશ્રાની પેઢી પર પણ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ કાનપુર સ્થિત રાવતપુર સ્થિત સંદીપની ફર્મ પર પણ તપાસ કરવામાં આવી હતી અને સંદીપ મિશ્રા વિશે માહિતી મળી છે કે તે પાન મસાલા અને નમકીન બનાવતી કંપનીને પરફ્યુમ કમ્પાઉન્ડ સપ્લાય કરે છે.

આ પણ વાંચો: VADODARA : ગંદકીનું હેડક્વાર્ટર બની પાદરા મામલતદાર કચેરી, સ્વચ્છતા અભિયાન પર સવાલ

આ પણ વાંચો: Goa Election: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની અનોખી પહેલ, બ્લાઈન્ડ ક્રિકેટનું કર્યું આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">