PM Modi Selfie : PM મોદીની બીજેપી કાર્યકર સાથેની ખાસ સેલ્ફી, કહ્યું શા માટે તેમને, તેના પર છે ગર્વ

વડાપ્રધાનની આ ખાસ સેલ્ફીની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. કોઈએ લખ્યું, ભાજપનો કાર્યકર એ જ ભાજપની ઓળખ છે, તો કોઈએ કહ્યું કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે, જેમાં છેલ્લી હરોળમાં ઊભેલા વ્યક્તિનું પણ સન્માન થાય છે.

PM Modi Selfie : PM મોદીની બીજેપી કાર્યકર સાથેની ખાસ સેલ્ફી, કહ્યું શા માટે તેમને, તેના પર છે ગર્વ
PM Modi's special selfie with BJP worker
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 7:05 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન ભાજપના દિવ્યાંગ કાર્યકર સાથે ખાસ સેલ્ફી લીધી. પીએમ મોદીએ આ સેલ્ફી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ ટ્વીટમાં તેણે દિવ્યાંગ કાર્યકરના પણ ખૂબ વખાણ કર્યા છે. વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીની આ ખાસ સેલ્ફીને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેની સાથે ખાસ સેલ્ફી લીધી તે દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. મણિકંદન ઈરોડના ભાજપના કાર્યકર છે. આ સાથે તેઓ બૂથ પ્રમુખ પણ છે. મણિકંદન સાથે સેલ્ફી શેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યા હતા. તેઓ ઈરોડના ભાજપના સમર્પિત કાર્યકર છે. તેઓ ભાજપના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Hyderabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, 11,360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

મણિકંદનને આવા કાર્યકર પર ગર્વ છે – પીએમ મોદી

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે પોતાની દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. મણિકંદનના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે આવા કાર્યકર પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરિત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી શનિવારે હૈદરાબાદ અને ચેન્નાઈના પ્રવાસે હતા. બંને સ્થળોએ, તેમણે લગભગ 13700 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદમાં, તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ચેન્નાઈમાં તેમણે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">