Kashi Vishwanath Corridor: PM મોદીએ ‘ભગવાન’ પાસે માગ્યા ત્રણ સંકલ્પ, કહ્યું ‘આઝાદીના 100 વર્ષ પછીના ભારત માટે દરેક નાગરિકે અત્યારથી કામ કરવું પડશે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંદિરનો વિસ્તાર જે પહેલા અહીં માત્ર ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં હતો તે હવે લગભગ 5 લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો છે.

Kashi Vishwanath Corridor: PM મોદીએ 'ભગવાન' પાસે માગ્યા ત્રણ સંકલ્પ, કહ્યું 'આઝાદીના 100 વર્ષ પછીના ભારત માટે દરેક નાગરિકે અત્યારથી કામ કરવું પડશે''
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 4:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ સોમવારે કાશી વિશ્વનાથ ધામ(Kashi Vishwanath Dham)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને ભગવાન કહીને તેમની પાસે ત્રણ વસ્તુઓની માગ કરી હતી. તેમણે કહ્યું કે ગુલામીના લાંબા ગાળાએ આપણે ભારતીયો(Indians)ના આત્મવિશ્વાસને એવી રીતે તોડી નાખ્યો કે આપણે આપણા પોતાના સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી દીધો.

વડાપ્રધાને કહ્યું કે મારા માટે જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે, દરેક ભારતીય ભગવાનનો અંશ છે અને તેથી જ હું કંઈક માગવાની ઇચ્છા રાખુ છું. હું તમારી પાસેથી ત્રણ સંકલ્પો ઈચ્છું છું, તમારા માટે નહીં, પરંતુ આપણા દેશ માટે, જે છે સ્વચ્છતા, નિર્માણ અને આત્મનિર્ભર ભારત માટે સતત પ્રયાસો. પીએમ મોદીએ કહ્યું કે, હજારો વર્ષ જૂના આ કાશીથી હુ દરેક દેશવાસીને આજે આ આહ્વાન કરું છું કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, શોધ કરો, કઇક નવીન કરો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

”આ આઝાદીનું અમૃત છે” 

સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ આઝાદીનું અમૃત છે. આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. ભારત જ્યારે આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત કેવું હશે તે માટે આપણે હવેથી કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે કાશી ચાર જૈન તીર્થંકરોની ભૂમિ છે, જે અહિંસા અને મક્કમતાનું પ્રતીક છે. રાજા હરિશ્ચંદ્રની પ્રામાણિકતાથી લઈને વલ્લભાચાર્ય, રામાનંદ જી, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થગુરુ રામદાસથી લઈને સ્વામી વિવેકાનંદ, મદન મોહન માલવિયા સુધી, કેટલાય ઋષિઓ અને આચાર્યો કાશીની પવિત્ર ભૂમિ સાથે સંબંધિત રહ્યા છે.

”મંદિરનો વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટ બન્યો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંદિરનો વિસ્તાર જે પહેલા અહીં માત્ર ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં હતો તે હવે લગભગ 5 લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો છે. હવે 50 થી 75 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે. એટલે કે પહેલા માતા ગંગાના દર્શન-સ્નાન કરો અને ત્યાંથી તમે સીધા વિશ્વનાથ ધામ આવી શકશો. કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને ગંગા નદીને કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડે છે. આ ઉપરાંત ભક્તો માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશભરના સંતો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Sourav Gangulyએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આઈસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે

આ પણ વાંચોઃ IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">