AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જે હું ન કરી શકયો તે CM ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું’, ગુજરાતની રાજનીતિ પર બોલ્યા PM મોદી, જુઓ video

PM નરેન્દ્ર મોદીનો સૌથી ખાસ ઈન્ટરવ્યુ TV9 પર પ્રસારિત થયો છે. દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કના 5 એડિટર્સ સાથેના આ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સૌથી ચર્ચિત મુદ્દાઓ, ચૂંટણી, બંધારણ, રામ મંદિર, બંગાળ આરક્ષણ અને મોદીની ગેરંટી વિશે ખુલીને વાત કરી છે. મહત્વનું છે કે આ વચ્ચે ગુજરાતને લઈ તેમણે મહત્વનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ગુજરાતના મુખ્ય મંત્રીને લઈ મહત્વની વાત કરી હતી.

'જે હું ન કરી શકયો તે CM ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું',  ગુજરાતની રાજનીતિ પર બોલ્યા PM મોદી, જુઓ video
| Updated on: May 02, 2024 | 10:57 PM
Share

પ્રધાનમંત્રીને જ્યારે ગુજરાતની જવાબદારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કેટલીક મહત્વની વાતો પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. PM એ કહ્યું હું સંગઠનના કામથી પણ ગુજરાતની બહાર ફરતો હતો તો હું બાકીના કામોથી હું દૂર રહેતો હતો. સરકાર બન્યા બાદ, પ્રધાનમંત્રી બન્યા બાદ પણ મએ કોઈ મુખ્ય મંત્રીને ફોન નથી કર્યો.

તેમણે વધુમાં કહ્યું મારો એક સ્વભાવ છે કે હું તમારી સાથે બેઠો છું તો હું અહીં જ છું. ન તો હું અત્યારે પ્રધાનમંત્રી છું.. કે કઈ નથી હું પત્રકારો સાથે બેસીને દેશના રાજનીતિક નેતાના હિસાબે હું જવાબ આપું છું. સરકાર અહીંથી બહાર નીકળ્યા બાદ શરૂ થશે.

ગુજરાતના મુખ્યમંત્રીની કરી સરાહના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ટીમની સરાહના કરી અને કહ્યું કે, ગુજરાતમાં જે પણ ટીમ બની છે તેના પર મને ભરોશો છે. હું જ્યારે કામ કરતો હતો ત્યારે પણ કામ કરતાં હતા. હું જે કરતો હતો તેના કરતાં પણ સારું કર્યું. અને મારાથી પણ વધુ સીટ જીતીને લાવ્યા તો ક્રેડિટ તો મળવી જ જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મ ચુંટણી પ્રચારમાં જ કહ્યું હતું કે ભૂપેન્દ્રની સફળતા માટે નરેન્દ્ર અહી આવ્યો છે.

આગામી 25 વર્ષ ગુજરાત માટે સારો સમય છે – PM

ગુજરાતમાં આટલા લાંબા સમયથી જે કામ થયું છે તેના કારણે આગામી 25 વર્ષ ગુજરાત માટે સારો સમયગાળો છે. ગુજરાતમાં એવા લોકો છે જેઓ ખૂબ સારી રીતે હિસાબ સંભાળે છે, તેઓ ભૂલ કરતા નથી.

હું જ્યારે ગુજરાતનો CM હતો ત્યારે વિપક્ષમાં એટલી બધી તિરાડ પડી હતી કે અનેક જૂથો રચાયા હતા. હું કહેતો હતો કે ભાઈ જુઓ, હું ઈચ્છું છું કે તમે લોકો સારા વિપક્ષ તરીકે કામ કરો, પરંતુ તેમની પાસે કોઈ કામ નહોતું. તે દિલ્હીને ખુશ રાખવામાં વ્યસ્ત હતો.

ગુજરાતમાં મીઠા સિવાય કશું જ નહોતું. ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય ન હતું. ત્યાં કોઈ ખાણકામ ન હતું. તે પછી પણ ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ બન્યું. વિશ્વના 10માંથી 8 હીરામાં ગુજરાતીઓનો હાથ છે. લોકો સતત કામને જુએ છે. ગુજરાતમાં 1917 થી રેકોર્ડ ઉપલબ્ધ છે. 10માંથી 7 વર્ષમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં છેલ્લી કોમી હિંસા 2001માં થઈ હતી. જ્યારે તમે કામ કરો છો ત્યારે લોકો તમને આશીર્વાદ આપે છે. આટલા લાંબા સમય પછી પણ કોઈ કૌભાંડ, કોઈ આરોપ નથી. જોકે હવે aઅ સમય બદલાયો છે.

g clip-path="url(#clip0_868_265)">