Gujarati NewsNationalPm modi mann ki baat take place on 30th on death anniversary of mahatma gandhi
Mann Ki Baat: મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’, 30 જાન્યુઆરીએ 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ
પીએમ મોદી આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
પીએમ મોદી ( Pm modi) આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (Mann Ki Baat) માં રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન તેનું જીવંત પ્રસારણ પણ કરશે. ‘મન કી બાત’ એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે. જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આ કાર્યક્રમનું પ્રથમ પ્રસારણ 3 ઓક્ટોબર 2014ના રોજ થયું હતું.
This month’s #MannKiBaat, which will take place on the 30th, will begin at 11:30 AM after observing the remembrances to Gandhi Ji on his Punya Tithi.
2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ આ કાર્યક્રમ શરૂ કર્યો હતો.અત્યાર સુધી આ કાર્યક્રમ હંમેશા સવારે 11 વાગ્યે શરૂ થતો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે તે 11:30 વાગ્યે શરૂ થશે. જેમાં તેઓ દેશના લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે. પીએમએ છેલ્લી ‘ મન કી બાત’ કાર્યક્રમમાં તમિલનાડુ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા કેપ્ટન વરુણ સિંહનો ઉલ્લેખ કર્યો હતો. જેનું બાદમાં બેંગ્લોરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પીએમે કેપ્ટન વરુણ સિંહના પત્ર વિશે વાત કરી, જે તેમણે બાળકો માટે લખ્યો હતો. આ ઉપરાંત, પીએમએ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત તે તમામ લોકોને યાદ કર્યા હતા. જેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, ‘મારા વ્હાલા દેશવાસીઓ, મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું – ‘નભઃ સ્પિરશમ દીપતમ’ એટલે ગર્વથી આકાશને સ્પર્શવું. આ ભારતીય વાયુસેનાનું સૂત્ર પણ છે. આવું હતું ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું જીવન. વરુણ સિંહ પણ મૃત્યુ સુધી ઘણા દિવસો સુધી બહાદુરીથી લડ્યા હતા.પરંતુ પછી તે પણ અમને છોડીને ચાલ્યા ગયા. વરુણ સિંહ એ હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા જે તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. તે અકસ્માતમાં આપણે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત ઘણા વીરોને ગુમાવ્યા છે.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘આ માનવશક્તિની તાકાત છે કે ભારત 100 વર્ષમાં સૌથી મોટી મહામારી સામે લડી શકે છે. અમે દરેક મુશ્કેલ સમયમાં પરિવારની જેમ એકબીજાની પડખે ઉભા રહ્યા. આજે વિશ્વમાં રસીકરણના આંકડાની ભારત સાથે સરખામણી કરીએ તો લાગે છે કે દેશે અભૂતપૂર્વ કામ કર્યું છે.ઓમિક્રોન વેરિઅન્ટ પર વડાપ્રધાને કહ્યું, ‘કોરોનાના નવા વેરિઅન્ટ દસ્તક આપી છે. સ્વ-જાગૃતિ અને શિસ્ત એ કોરોનાના આ પ્રકાર સામે એક મહાન શક્તિ છે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવી શકશે.