PM MODI-Governor’s MEET : 14 એપ્રિલે તમામ રાજ્યના રાજ્યપાલો સાથે વડાપ્રધાન મોદી કરશે બેઠક

PM MODI-Governor's MEET : રાજ્યપાલો સાથેની વડાપ્રધાન મોદીની બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.

PM MODI-Governor's MEET : 14 એપ્રિલે તમામ રાજ્યના રાજ્યપાલો સાથે વડાપ્રધાન મોદી કરશે બેઠક
FILE PHOTO : PM MODI
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 7:47 PM

PM MODI-Governor’s MEET : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 8 એપ્રિલે ગુરુવારે દેશમાં વધતા જતા કેરોના સંક્રમણ મામલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. હવે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે તમામ રાજ્યના રાજ્યપાલો સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.

14 એપ્રિલે રાજ્યપાલો સાથે બેઠક દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની ગતિ પકડી છે. સૌથી વધુ 1,68,912 નોંધાયેલ નવા કેસો પછી, આજે કરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 1,35,27,717 થઈ ગઈ છે. દેશમાં વધતા જતા કોરોના અંગે દેશમાં લોકડાઉન લાગવાની અટકળો થઇ રહી છે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદી 14 એપ્રિલે તમામ રાજ્યના રાજ્યપાલો સાથે બેઠક કરશે. આ બેઠક સાંજે 6:30 કલાકે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાશે.

લેવાઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય 7 એપ્રિલે યોજાનારી વડાપ્રધાન મોદી અને રાજ્યપાલોની બેઠક (PM MODI-Governor’s MEET) માં દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી રાજ્યપાલો પાસેથી પ્રતિભાવો માંગશે. આ બેઠકમાં આવનારી પરિસ્થિતિની સંભાવનાઓ અને દેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણ અંગે કોઈ એક સરખો દેશવ્યાપી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અગાઉ મુખ્યપ્રધાનો સાથે કરી હતી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 8 એપ્રિલે ગુરુવારે દેશમાં વધતા જતા કેરોના સંક્રમણ મામલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ વર્ચ્યુઅલ બેઠક બાદ કોરોના ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને સારવાર પર ભાર મૂક્યો હતો. PM MODI એ કહ્યું કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યો પણ પહેલી લહેરની ટોચને વટાવી ગયા છે. કેટલાક અન્ય રાજ્યો પણ આ તરફ આગળ વધી રહ્યા છે. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. મોટાભાગના રાજ્યોમાં, વહીવટ સુસ્ત જણાય છે. આવી સ્થિતિમાં, કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાથી વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે. PM MODI એ 11 થી 14 એપ્રિલ દરમિયાન કોરોના રસીકરણ મહોત્સવ ઉજવવા કહ્યું હતું.

હાલ દેશમાં લોકડાઉનની જરૂર નથી મુખ્યપ્રધાનો સાથેની બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પહેલા લોકડાઉન લાદવા સિવાય કોઈ રસ્તો નહોતો પરંતુ હવે સંસાધનો વધારે છે, માત્ર સાવધ રહેવાની જરૂર છે. અત્યારે સંપૂર્ણ લોકડાઉન કરવાની કોઈ જરૂર નથી, રાત્રિ કર્ફ્યુ પૂરતો છે. રસી કરતા વધારે ટેસ્ટીંગ પર ભાર મૂકવો જોઇએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">