AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીનગરના લાલ ચોકમાં સ્થાપિત કરાયું PM મોદીનું કટઆઉટ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર 

શ્રીનગરના લાલ ચોક સ્થિત ક્લોક ટાવર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટ-આઉટ લગાવવામાં આવ્યું છે અને તેના કારણે આ સ્થળ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની ગયું છે. વડા પ્રધાન મોદીનું કટ-આઉટ હોર્ડિંગની બાજુમાં મૂકવામાં આવ્યું છે. જેમાં એક યુવાન ડૉક્ટર વૃદ્ધ વ્યક્તિની સંભાળ લેતો જોવા મળે છે.

શ્રીનગરના લાલ ચોકમાં સ્થાપિત કરાયું PM મોદીનું કટઆઉટ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર 
| Updated on: Nov 16, 2023 | 6:09 PM
Share

શ્રીનગરના લાલ ચોક સ્થિત ઘંટા ઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈફ સાઈઝ કટ-આઉટ લગાવવામાં આવ્યું છે. આ સ્થળ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં ઘણા લોકો પીએમના કટઆઉટ સાથે તસવીરો અને સેલ્ફી લઈ રહ્યા છે.

સ્થાનિક પ્રસાસન દ્વારા હોર્ડિંગની બાજુમાં વડા પ્રધાન મોદીનું કટ-આઉટ પણ લગાવ્યું છે. અહીં તૈયાર થયેલી પ્રદર્શનીમાં એક યુવાન ડૉક્ટર વૃદ્ધ વ્યક્તિની સંભાળ લેતો જોવા મળે છે. આ કટ-આઉટને લઈને મોદી સમર્થકો ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા.

કર્ણાટકના પ્રવાસીએ કહ્યું કે તે પીએમ મોદીનું કટઆઉટ જોઈને ખુશ છે

કર્ણાટકના પ્રવાસી દિનેશે આ વાતની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું બીજી વખત કાશ્મીર આવી રહ્યો છું. હું વડાપ્રધાનના કટ-આઉટ જોઈને ખુશ છું. અહીં ઘણો વિકાસ પણ થઈ રહ્યો છે, જે પહેલા નથી થયો. હવે, હું ઘણું બધું જોઈ રહ્યો છું. અહીં રસ્તા, ટનલ વગેરેનો વિકાસ થઈ રહ્યો છે અને આ બધું જોઈને સારું લાગે છે. દિનેશે વધુમાં કહ્યું કે ઘણા વર્ષો પહેલા ખીણની તેમની છેલ્લી મુલાકાત બાદથી, કાશ્મીરમાં નોંધપાત્ર વિકાસ થયો છે અને આનો શ્રેય પીએમ મોદીને સત્તામાં આવ્યો છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ બાળકો સાથે કરી મસ્તી, ક્યારેક માથું હલાવ્યું તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડ્યો, જુઓ વીડિયો

કારગિલ અને બેંગલુરુના પ્રવાસીઓએ પણ ખુશી વક્ત કરી

દરમિયાન, કારગીલના રહેવાસી મોહમ્મદ તકીએ કહ્યું કે હું અહીં શ્રીનગરની મુલાકાત લેવા આવ્યો હતો અને જ્યારે મેં વડાપ્રધાન મોદીનું કટ-આઉટ જોયું તો અમે તેમની સાથે એક તસવીર ક્લિક કરી. અમે ખૂબ ખુશ હતા. આ સિવાય બેંગલુરુના રહેવાસી ચેતને કહ્યું, “અમે લાલ ચોક જોવા માટે કાશ્મીર આવ્યા હતા અને મોદીજીના કટ-આઉટ જોઈને અમે ખુશ થયા હતા. આસપાસનું વાતાવરણ પણ સારું છે. અમને તે ખૂબ ગમ્યું.”

આ સાથે અહીં મૂકવામાં આવેલા કટ આઉટ સાથે અનેક લોકો તસવીરો લઈ રહ્યા છે. સાથે થયેલા વિકાસને લઈને પણ લોકો PM મોદીની સરાહના કરી રહ્યા હતા. લાલ ચોક કે જ્યાં એક સમયે લોકો જવા માટે પણ ડરતા હતા. જ્યાં હવે પ્રવસીઓ ઉમટી પડે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">