ઈન્દોરમાં પીએમ મોદીએ કર્યો દોઢ કિલોમીટરનો રોડ શો- શાજાપુરમાં વિરોધીઓ પર વરસ્યા પીએમ
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઈંદોરમાં મોટો રોડ શો કર્યો. ઈન્દોરમાં વિધાનસભાની કુલ 9 બેઠકો છે અને પીએમ મોદીનો આ રોડ શો આ તમામ બેઠકોને અસર કરશે. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો. તેમણે રોડ શો પહેલા શાજાપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિક કરી હતી.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઈંદોરમાં મોટો રોડ શો કર્યો. ઈન્દોરમાં વિધાનસભાની કુલ 9 બેઠકો છે અને પીએમ મોદીનો આ રોડ શો આ તમામ બેઠકોને અસર કરશે. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો. તેમણે રોડ શો પહેલા શાજાપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી હતી.
મધ્યપ્રદેશના શાજાપુરમાં રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદીએ ઈન્દોરમાં મોટો રોડ શો કર્યો. રોડ શોના આરંભ પહેલા પીએમ મોદીએ સૌથી પહેલા ઈન્દોરમાં બડા ગણેશ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા ત્યારબાદ ખુલ્લી જીપમાં સવાર થઈ આગળ વધ્યા હતા. પીએમ મોદીનો આ રોડ શો દોઢ કિલોમીટર જેટલો લાંબો હતો. પીએમ ખુલ્લી જીપમાં સવાર થઈ સમર્થકો અને કાર્યકર્તાઓનું અભિવાદન જીવતા જોવા મળ્યા.
ઈન્દોરમાં રોડ શો પહેલા શાજાપુરમાં પીએમએ રેલીને સંબોધિત કરી. જેમા કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસને માત્ર તેમના દીકરા અને પરિવારની જ ચિંતા રહે છે. રાજ્યની જનતા સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને ના તો તે જે વચનો આપે છે તેના પુરા કરવાની છે.
પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં 50 વર્ષ સુધી રાજ કરનારી કોંગ્રેસે ગરીબો માટે કંઈ જ કર્યુ નથી. મધ્યપ્રદેશમાં પણ આજ હાલ હતા. વચ્ચે 15 મહિના માટે તેમને સત્તા શું મળી ગઈ તેમણે ભાજપ સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી યોજના બંધ કરી દીધી. કેન્દ્ર સરકારની યોજનાઓના લાભથી પણ રાજ્યની જનતાઓને વંચિત રાખવામાં આવી.
किसानों, नौजवानों और महिलाओं की दुश्मन कांग्रेस, मध्य प्रदेश के मेरे परिवारजनों से नफरत करती है। pic.twitter.com/ITggm4sQDo
— Narendra Modi (@narendramodi) November 14, 2023
‘તમારા સપના એ જ મોદીનો સંકલ્પ’
પીએમ મોદીએ જણાવ્યુ કે તમારુ સપનુ એ જ મોદીનો સંકલ્પ છે. દરેકના સપના ત્યારે જ સાકાર થશે જ્યારે ભારત વિકસીત થશે. તેના માટે મધ્યપ્રદેશને વિકસિત થવુ ઘણુ આવશ્યક છે. કોંગ્રેસના ક્યારેય મધ્યપ્રદેશના તેજ વિકાસની ગેરંટી નહીં આપી શકે. કોંગ્રેસનો રેકોર્ડ છે કે એ જ્યાં જ્યા ગઈ છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર અને ક્રાઈમ વધ્યો છે અને એ રાજ્યની અર્થ વ્યવસ્થા ચોપટ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ભાવનગરનો મોતીબાગ ટાઉનહોલ જાળવણીના અભાવે ખંડેર બનવાની કગાર પર, કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક નમૂનો- વીડિયો
કોંગ્રેંસ પર વરસ્યા પીએમ
કોંગ્રેસ જ્યા સુધી સત્તામાં હતી ત્યાં સુધી આદિવાસી અને પછાત વિસ્તારોમાં માત્ર ભુખમરીની જ ખબરો આવતી હતી. કુપોષિત બાળકોની તસ્વીરો સામે આવતી હતી. કોંગ્રેસના નેતા ગરીબોની ઝુંપડીમાં જઈને ફોટો પડાવતા હતા, તેમની ગરીબી અને બેહાલી બતાવતા હતા અને એકવાર તેમની તસ્વીર ચમકી ગઈ તો પછી ગરીબોને ભૂલી જતા હતા. આ નાટક નાનાએ પણ કર્યુ, દાદીએ પણ કર્યુ અને પિતાએ પણ કર્યુ.