AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP National Executive Meeting Updates: PM મોદીએ હૈદરાબાદને કહ્યું ‘ભાગ્યનગર’, કાર્યસમિતીની બેઠકમાં વંશવાદને કહ્યું દેશ માટે ખતરનાક

BJP National Executive Meeting Updates: ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠકને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સંબોધી હતી.

BJP National Executive Meeting Updates: PM મોદીએ હૈદરાબાદને કહ્યું 'ભાગ્યનગર', કાર્યસમિતીની બેઠકમાં વંશવાદને કહ્યું દેશ માટે ખતરનાક
Amit Shah PM ModiImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:29 PM
Share

ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની (BJP Executive Meeting) બેઠક રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં થઈ રહી છે. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે તેમણે રવિવારે હૈદરાબાદમાં આયોજિત ભાજપ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાર્યકર્તાની સામે હૈદરાબાદને (Hyderabad) ભાગ્યનગર કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલે ભાગ્યનગરમાં જ એક ભારતનો નારો આપ્યો હતો. તેમણે તુષ્ટિકરણને પૂરો કરવા માટે તેમણે તૃપ્તિકરણનો રસ્તો અપનાવ્યો હતો.

બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જાણકારી આપી છે કે પીએમ મોદીએ કહ્યું કે ભૂલોમાંથી શીખવાની જરૂર છે. પીએમ મોદીએ વંશવાદને દેશ માટે ખતરનાક કહ્યું હતું. બીજેપી કાર્યસમિતિની આ બેઠક હૈદરાબાદના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થઈ હતી. મળતી જાણકારી મુજબ બીજેપીની આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારિણીના લગભગ 340 પ્રતિનિધિઓએ હાજરી આપી છે. રવિવારે કાર્યસમિતિની બેઠકનો છેલ્લો દિવસ છે.

આ પણ વાંચો

વાંચો ભાજપની કાર્યસમિતિની બેઠકના અપડેટ્સ

  • રવિશંકર પ્રસાદે એ પણ જાણકારી આપી છે કે આજકાલ ઘણા રાજકીય પક્ષો અસ્તિત્વ બચાવવામાં લાગેલા છે. તેણે કહ્યું કે આપણે તેના પર હસવું નથી. આપણે આ વાત શીખવાની છે કે આપણે એવું કામ ન કરવું જોઈએ જે તેઓએ કર્યું છે.
  • બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જાણકારી આપી છે કે પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે અમારો વિચાર લોકતાંત્રિક છે. આ કારણે સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા, પરંતુ અમે તેમની સૌથી મોટી વિશ્વ વિખ્યાત પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. આપણો વિચાર લોકતાંત્રિક છે. તે માટે અમે વડાપ્રધાન મ્યુઝિયમ બનાવીને તમામ વડાપ્રધાનોને તેમાં સ્થાન આપ્યું છે.
  • બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સભ્યોને સ્નેહ યાત્રા કાઢવા અને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવા માટે જણાવ્યું છે.
  • હૈદરાબાદમાં આયોજિત બીજેપીની કાર્યસમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે તેલંગાણામાં છીએ ત્યારે બીજેપીએ ઘણી પ્રગતિ કરી છે. બીજેપીને તેના કામ, તેની ગવર્નેંસ અને પ્રામાણિકતાના કારણે જનતાના ઘણા આશીર્વાદ મળે છે.
  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે તેલંગાણા સરકાર ભ્રષ્ટાચારનું પ્રતિક છે. આ તમામ એક જ પરિવારના છે જેઓ સરકારમાં મહત્વના હોદ્દા પર છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. તેલંગાણાની બીજેપીની વર્ષોના પરિશ્રમ બાદ બની છે. આ પ્રયાસના લાખો લોકો સાક્ષી હતા.
  • બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને કેસીઆર મળીને તેલંગાણાને લૂંટી રહ્યા છે.
  • બીજેપીની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં કહ્યું છે કે તેલંગાણામાં ટીઆરએસ સરકાર ભ્રષ્ટાચાર અને વંશવાદની રાજનીતિનું મુખ્ય ઉદાહરણ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">