AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ICCએ ધમકી આપ્યા બાદ, કંગાળ પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ માટે જાહેર કરી કંગાળ ટીમ

Pakistan cricket team : પાકિસ્તાને T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમ સલમાન અલી આગાના કેપ્ટનશીપ હેઠળ રમશે. તો ચાલો જોઈએ કંગાળ પાકિસ્તાનની ટીમમાં ક્યા ક્યા ખેલાડીઓ સામેલ છે.

Breaking News :  ICCએ ધમકી આપ્યા બાદ, કંગાળ પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ માટે જાહેર કરી કંગાળ ટીમ
| Updated on: Jan 25, 2026 | 1:22 PM
Share

T20 World Cup 2026 : પાકિસ્તાને આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાનની ટીમમાં 15 ખેલાડીઓને રમવાની તક મળી છે. જેની કમાન સલમાન અલીના હાથમાં છે. પાકિસ્તાનની ટીમની જાહેરાત સલમાન અલી આગા અને આકિબ ઝાવેદે મળીને કરી છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે, હારિસ રઉફને બહાર રાખવામાં આવ્યો છે. રઉફ સિવાય રિઝવાનને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. બાબાર આઝમ પર ટીમ મેનેજમેન્ટે વિશ્વાસ રાખ્યો છે.

રઉફ અને રિઝવાન બહાર, બાબર આઝમને તક મળી

રઉફના ડેબ્યુ બાદ પહેલી વખત જોવા મળશે કે, તે કોઈ ટી20 વર્લ્ડકપમાં રમતો જોવા મળશે નહી. મોહમ્મદ રિઝવાનની પસંદગી ન થવાની આશા પહેલાથી હતી. રિઝવાનનું સ્થઆન ટીમમાં ઉસ્માન ખ્વાજાને મળ્યું છે. આ સિવાય મોહમ્મદ વસીમ જૂનિયર પણ પાકિસ્તાનની ટી20 વર્લ્ડકપની ટ્રોફીમાંથી બહાર છે.

T20 વર્લ્ડકપ 2026 માટે PAK ટીમ

સલમાન અલી આગા કેપ્ટન, અબરાર અહમદ, બાબર આઝમ,ફહીમ અશરફ, ફખર ઝ્મા, ખ્વાજા નફે, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ,મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ,શાદાબ ખાન,શાહીન શાહ અફરીદી, ઉસ્માન ખ્વાજા, ઉસ્માન તારિક

T20 વર્લ્ડકપ 2026 માટે પાકિસ્તાનનું શેડ્યુલ જુઓ

પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ 2026માં પોતાના અભિયાનની શરુઆત 7 ફેબ્રુઆરીથી નેધરલેન્ડ સામે કરશે. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 20 ટીમ વચ્ચેની ટકકરમાં પાકિસ્તાનને ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે. તેની સાથે ભારત,નામીબિયા, નેધરલેન્ડ અને યુએસએની ટીમ છે.

એક બાજુ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાની વાત કરી રહેલું પાકિસ્તાન આઈસીસીની ધમકીથી ડરી ગયું છે.  ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. આઈસીસીએ પણ કહ્યું જો પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થશે. તો આઈસીસી તેના પર પ્રતિબંધ લગાવવા માટે તૈયાર છે.

ICCએ પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી!

1.વિદેશી ખેલાડીઓને પાકિસ્તાનની T20 લીગ, PSLમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

2. પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

3. પાકિસ્તાનને એશિયા કપમાંથી પણ બાકાત રાખવામાં આવશે.

4. ICCથી મળનાર ફંડિગમાં ઘટાડો થશે, અને PCBને આવકનું નુકસાન થશે.

5. PSL તેની આંતરરાષ્ટ્રીય માન્યતા પણ ગુમાવશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અહી ક્લિક કરો

જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
Breaking News: પાકિસ્તાનના હિંદુ લગ્નની અનોખી પરંપરા
Breaking News: પાકિસ્તાનના હિંદુ લગ્નની અનોખી પરંપરા
આપણી સંસ્કૃતિ વિશ્વભરમાં છાપ છોડી રહી,મન કી બાતમાં બોલ્યા PM Modi
આપણી સંસ્કૃતિ વિશ્વભરમાં છાપ છોડી રહી,મન કી બાતમાં બોલ્યા PM Modi
નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ બેફામ
નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ બેફામ
માઉન્ટ આબુમાં બરફીલો માહોલ! પ્રવાસીઓએ માણ્યો કાશ્મીર જેવો અહેસાસ
માઉન્ટ આબુમાં બરફીલો માહોલ! પ્રવાસીઓએ માણ્યો કાશ્મીર જેવો અહેસાસ
મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ, વિકાસકાર્યોનું લોકાર્પણ
મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ, વિકાસકાર્યોનું લોકાર્પણ
હિમાચલ - જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, અનેક રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
હિમાચલ - જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, અનેક રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
g clip-path="url(#clip0_868_265)">