AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ભાજપની કાર્યકારિણી બેઠકમાં છવાયેલુ રહેશે ગુજરાત મોડેલ, ગુજરાતમાં બનેલી વિશેષ ટોપી વહેંચવામાં આવશે

ગુજરાત (Gujarat) સતત સમાચારમાં રહેતુ હોય છે. જેના કારણ વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહ (Amit shah) છે. કારણ કે આ બંને મૂળ ગુજરાતના છે. આ સિવાય પણ સમગ્ર દેશમાં ભાજપ માટે ગુજરાત એક પ્રયોગશાળા જેવુ છે.

Telangana: ભાજપની કાર્યકારિણી બેઠકમાં છવાયેલુ રહેશે ગુજરાત મોડેલ, ગુજરાતમાં બનેલી વિશેષ ટોપી વહેંચવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:07 PM
Share

તેલંગાણાના (Telangana) હૈદરાબાદમાં (Hyderabad) ભારતીય જનતા પાર્ટીની (BJP) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો (National Executive Meeting) આજે બીજો દિવસ છે. ગઇકાલે વડાપ્રધાન મોદી (PM Modi) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતુ. જો કે આજે બીજા દિવસે આ કાર્યકારિણી બેઠકમાં ગુજરાત ફરી ચમકશે. કાર્યકારિણીની આ બેઠકમાં હાજર રહેનારા તમામ સભ્યોને આજે એક વિશેષ ટોપીનું વિતરણ કરવામાં આવશ. જેની બનાવટ ગુજરાતની છે.

હંમેશા છવાયેલુ રહે છે ગુજરાત

ગુજરાત સતત સમાચારમાં રહેતુ હોય છે. જેના કારણ વડાપ્રધાન મોદી અને અમિત શાહ છે. કારણ કે આ બંને મૂળ ગુજરાતના છે. આ સિવાય પણ સમગ્ર દેશમાં ભાજપ માટે ગુજરાત એક પ્રયોગશાળા જેવુ છે. ગુજરાતમાં ભાજપ દ્વારા વન ડે વન ડીસ્ટ્રીક્ટ જેવા નિર્ણયો શરુઆતમાં પ્રાયોગિત રુપે લેવામાં આવે છે. બાદમાં તે સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા એક પછી એક અપનાવવામાં આવે છે. ત્યારે આજે હૈદરાબાદમાં રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સભ્યોને નવનિર્મિત ભાજપ ગુજરાત કેપનું વિતરણ કરશે. આ પહેલા પણ ગુજરાતમાં વન ડે વન ડીસ્ટ્રીક્ટ, વિકાસ રથ, નો રિપીટ થીયરી જેવા પ્રયોગોની શરુઆત પહેલા ગુજરાતમાં કરવામાં આવી છે. બાદમાં તે દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં બનેલી ટોપી કાર્યકારિણી બેઠકમાં વહેંચાશે.

ટોપીની ગુણવત્તા પર રાખવામાં આવ્યુ ખાસ ધ્યાન

હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપ જે કેપનું વિતરણ કરવાનું છે તે સુરતમાં બનાવવામાં આવી છે. પહેલા બનાવેસી ઘણી કેપને જોયા પછી અને સમીક્ષા કર્યા બાદ સી.આર, પાટીલના માર્ગદર્શન હેઠળ આ કેપની અંતિમ ડીઝાઇનને મંજુર કરવામાં આવી. ભગવા રંગથી બનેલી આ ટોપીઓ કોટમ ફેબ્રીકમાંથી બનાવવામાં આવી છે. ટોપીને તેની ગુણવત્તાનું ધ્યાન રાખીને બનાવવામાં આવી છે. આજે વિતરીત કરવામાં આવનાર ટોપીમાં કોટનની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ પહેલા બનાવવામાં આવેલી ટોપીમાં BJP બોલ્ડ અક્ષરોમાં લખવામાં આવતુ હતુ. જો કે નવી ડિઝાઇનની કેપમાં આકર્ષક ફેશનેબલ રીતે બનાવવામાં આવી છે.

ટોપી પર સુંદર ભરતકામ કરવામાં આવ્યું છે અને તેના પર સુંદર રીતે ભાજપ લખવામાં આવ્યુ.તેના પર કેન્દ્રમાં એક કમળની પિન લગાવવામાં આવી છે, જે ભાજપનું પ્રતીક છે. આ ટોપીની ડીઝાઇન ઉત્તરાખંડની ટોપીથી પ્રેરણા લઇને બનાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે કે જે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન મોદીએ પહેરી હતી.

આ સિવાય હૈદરાબાદમાં ભાજપની કાર્યકારિણી બેઠકના બીજા દિવસે સૌનું ધ્યાન મૂળ ગુજરાતના જ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષ કેડરને આપેલા ભાષણ પર રહેશે. તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદી સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે પાયાના સ્તર સાથે જોડાયેલા રહેવાની દિશામાં કામ કરવા વિશે સૂચનો આપી શકે છે. તે કેટલીક સરકારી યોજનાઓની પહોંચ પર પણ પ્રકાશ ફેંકે તેવી અપેક્ષા છે. માનવામાં આવે છે કે પીએમ મોદી વિપક્ષ પર નિશાન સાધી શકે છે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડાઈ આ વર્ષના અંતમાં યોજાવાની છે અને ભાજપે દાયકાઓ સુધી આ ગઢ મજબૂત રીતે પકડી રાખ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવા માટે દિલ્હી આવ્યા તે પહેલાં સાડા બાર વર્ષ સુધી સૌથી વધુ સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન હતા.

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">