Video : PM Modi નું કેજરીવાલને લઈ પહેલું મોટું નિવેદન, દરેક ભ્રષ્ટાચારના કેસની તપાસ CAG દ્વારા કરવામાં આવશે
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરી. PM મોદીએ કહ્યું કે નવી વિધાનસભાની પ્રથમ બેઠકમાં CAG ની રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ભ્રષ્ટાચારના તમામ આરોપોની તપાસ થશે.

દિલ્હીમાં ભાજપની જીત બાદ PM મોદી એ જનતાનો આભાર માન્યો હતો. PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, “દિલ્લીમાં જે પણ ભ્રષ્ટાચાર કર્યો છે, તેની તપાસ કારવશું. CAG રિપોર્ટ પ્રથમ વિધાનસભા સત્રમાં રજૂ કરાશે અને દરેક ભ્રષ્ટાચારના કેસની તપાસ થશે.” તેમનું માનવું છે કે આ રિપોર્ટમાં AAP સરકારના ભ્રષ્ટાચારના પુરાવા હશે, જેના કારણે પાર્ટીના ઘણા નેતાઓ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે.
‘શોર્ટકટ રાજકારણ’ માટે હવે કોઈ જગ્યા નહીં
PM મોદીએ જણાવ્યું કે “દિલ્લીનો સત્તાધીશ માત્ર દિલ્લીનો જનતા છે. શોર્ટકટ અને ફ્રોડ રાજકારણને જનતાએ નકારી કાઢ્યું છે.” તેમણે જણાવ્યું કે દિલ્હીનો વિકાસ અટકાવનાર ટક્કર અને વિરોધની રાજનીતિનો અંત આવ્યો છે.
દિલ્લીના વિકાસ માટે PM મોદીની ગેરંટી
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “21મી સદીમાં દિલ્લી ભાજપનું સુશાસન જોઈશું. દિલ્લીના દરેક વર્ગના વિકાસ માટે અમે દિવસ-રાત મહેનત કરીશું.” તેમના મતે, દિલ્લીના લોકોને હવે ભ્રષ્ટાચારમુક્ત અને આધુનિક શહેરી સુવિધાઓ મળશે.
માતા યમુનાની સફાઈ માટે PM મોદીનો સંકલ્પ
PM મોદીએ કહ્યું કે, “દિલ્લીની ઓળખ યમુના નદી છે, અને અમે તેને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવશું.” તેમનું માનવું છે કે આ લાંબો પ્રોજેક્ટ છે, પરંતુ સરકાર પૂરજોશથી કામ કરશે.
ભાજપ સરકાર દિલ્લી માટે શું લાવશે?
તૂટેલા રસ્તાઓ અને કચરાના ઢગલા દૂર કરાશે
- ઓવરફ્લો થતી ગટર અને પ્રદૂષિત હવામાં સુધારો લાવવામાં આવશે
- યમુનાની સફાઈ અને તેના વિકાસ માટે વિશેષ પ્રોજેક્ટ શરૂ થશે
દિલ્લી માટે નવી સરકાર, નવા વાયદાઓ
ભાજપે દિલ્લીમાં વિકાસ અને શાશનક્ષમ સરકાર આપવાનો દાવો કર્યો છે. PM મોદીએ સ્પષ્ટ કર્યું છે કે AAP સરકારના ભ્રષ્ટાચારની તપાસ થશે અને દિલ્લીને વિકાસની નવી દિશા આપવામાં આવશે.