AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi એ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને કરી 1000 કરોડની રાહતની જાહેરાત

પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને  તાત્કાલિક ધોરણે 1000 કરોડની  આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાવાઝોડામાં જીવ ગુમાવનાર પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

PM Modi એ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને કરી 1000 કરોડની રાહતની જાહેરાત
PM Modi એ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને કરી 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત
| Updated on: May 19, 2021 | 6:17 PM
Share

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યા  બાદ આજે  વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જેની બાદ  અમદાવાદ ખાતે  ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું. તમામ સ્થિતિની સમીક્ષા બાદ પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને  તાત્કાલિક ધોરણે 1000 કરોડની  આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાવાઝોડામાં જીવ ગુમાવનાર પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ આજે ​​ચક્રવાત તાઉ-તે થી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. વડા પ્રધાને ગુજરાતના દીવમાં ઉના (ગીર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) માં ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.ત્યારબાદ, તેમણે ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

તેમણે ગુજરાતને રૂપિયા ૧,૦૦૦ કરોડ તાત્કાલિક ધોરણે રાહત પ્રવૃત્તિઓ માટે અને રાજ્યમાં થયેલા નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારની ટીમ રાજ્યની મુલાકાત લેશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાના પુનસ્થાપન અને નિર્માણ માટે તમામ શક્ય સહાય કરશે.

અમદાવાદ ખાતે PM Modi એ   ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું.  વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને રાહત અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

તેમની મુલાકાત દરમિયાન તેમણે કોવિડ રોગચાળાને લગતી પરિસ્થિતિનો પણ સમીક્ષા કરી હતી.

તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાને કહ્યું કે, ચક્રવાત પછીની પરિસ્થિતિને પગલે કેન્દ્ર અસરગ્રસ્ત રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય પણ આપવામાં આવશે પછી સંબંધિત રાજ્ય સરકારો તેની માંગણી કેન્દ્ર સરકારને મોકલશે તેની સમીક્ષા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્યો સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં વધારે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવું પડશે. તેમણે આંતર-રાજ્ય સંકલન વધારવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી સ્થળાંતરણ થાય એ સુનિશ્ચિત કરવા આધુનિક સંચાર ટેકનિકોનો ઉપયોગ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">