PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની તાશકંદમાં થશે મુલાકાત, LAC વિવાદના ઉકેલ પર થશે વાતચીત!

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે તાશકંદની બે દિવસની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓના સંમેલનમાં ભાગ લેશે.

PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની તાશકંદમાં થશે મુલાકાત, LAC વિવાદના ઉકેલ પર થશે વાતચીત!
Narendra Modi - Xi Jinping
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદમાં મુલાકાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં LAC વિવાદ પર ઉકેલ લાવવા માટે ચર્ચા થઈ શકે છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓ 15-16 સપ્ટેમ્બરે મળવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રીઓની બેઠક બાદ પીએમ મોદી અને શી જિનપિંગ પણ મુલાકાત કરી શકે છે અને LACને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર વિગતવાર ચર્ચા થઈ શકે છે. જો કે આ બેઠક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે તાશકંદમાં મુલાકાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર આજે તાશકંદની બે દિવસની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓના સંમેલનમાં ભાગ લેશે. જયશંકર રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી વ્લાદિમીર નોરોવના આમંત્રણ પર SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં ભાગ લેવા તાશકંદ જશે.

આ બેઠકમાં 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાનારી કાઉન્સિલ ઓફ સ્ટેટની આગામી બેઠકની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં, SCO સંગઠનના વિસ્તરણ માટે ચાલી રહેલા સહયોગની પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કેટલાક વિદેશ મંત્રીઓમાં દ્વિપક્ષીય બેઠક શક્ય છે

ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો પણ વિદેશ પ્રધાનોની SCO બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષા છે. જયશંકર SCO સભ્ય દેશોના તેમના કેટલાક સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. જયશંકરની મુલાકાત અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં સપ્ટેમ્બરમાં યોજાનારી SCO સમિટ અંગે ચર્ચા કરવામાં આવશે. SCO સમિટ 15-16 સપ્ટેમ્બર દરમિયાન સમરકંદમાં યોજાશે.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર 28-29 જુલાઈ સુધી ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી વ્લાદિમીર નોરોવના આમંત્રણ પર SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં ભાગ લેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">