દિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા

દિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા

ભારત સ્થિત બ્રિટેનના ઉચ્ચાયુકત (British High Commissioner) તરીકે નિમાયેલા ફિલીપ બાર્ટનએ(Philip Barton) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ram Nath Kovind) ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત ઓળખ સુપરત કરી. આ પ્રક્રીયા બાદ ફિલીપ બાર્ટને ભારત સાથે જોડાયેલ પોતાનો અનુભવો વર્ણાવ્યા હતા.

Philip Bart took over as High Commissioner

શુ તમો જાણો છો કે ફિલીપ બાર્ટન કોણ છે. જો ના તો આપને જણાવીએ કે ફિલીપ બાર્ટન એ જ વ્યક્તિ છે કે જેમણે તેમની દિકરીનું નામ ઈન્ડિયા રાખ્યું છે. 1990માં ફિલીપ બાર્ટન ભારત સ્થિત બ્રિટેનના રાજદુતાલય ખાતે કાર્યરત હતા. દિલ્હીમાં જ અમાંડા નામની મહિલા સાથે ફિલીપની મુલાકાત થઈ હતી. જે મુલાકાત ત્યારબાદ લગ્નમાં પરિણામી હતી. ફિલીપ બાર્ટન અને અમાંડાને સંતાનમાં એક દિકરી છે. જેનુ નામ બન્નેએ ઈન્ડિયા રાખ્યુ છે. ભારત સાથે ફિલીપ બાર્ટનનો બહુ જૂનો સંબધ રહ્યો છે. ભારત ખાતેના ઉચ્ચાયુક્ત તરીકેનો હોદ્દો સંભાળતા ફિલીપ બાર્ટને વિડીયો દ્વારા પોતાની વાત કરી હતી.. નમસ્તેની સાથે વાત કરતા ફિલીપ કહે છે કે, આજના દિવસનો આનંદ કઈક અલગ છે. મને એ ખબર નહોતી કે હુ એક દિવસ ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂંક પામીને ભારત પાછો આવીશ.

Click on your DTH Provider to Add TV9 Gujarati