Parliament Budget Session: PM મોદી આજે સંસદ પહોંચશે, લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે
રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) ના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં અત્યાર સુધીમાં 26 સભ્યોએ ભાગ લીધો હતો.
Parliament Budget Session: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે લોકસભામાં સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. 31 જાન્યુઆરીએ લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha)ના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થઈ હતી.
ભાષણ દરમિયાન, રાષ્ટ્રપતિ કોવિંદે કોવિડ -19 કટોકટી વચ્ચે સરકારની ઉપલબ્ધિઓની સૂચિબદ્ધ કરી. આ સિદ્ધિઓમાં, સરકાર દ્વારા કોરોના રોગચાળા સામે લડવા અને ખેડૂતો અને મહિલાઓને મદદ કરવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે 2047માં આઝાદીની સદી સુધીમાં આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે સખત મહેનત કરવાનું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. બજેટ સત્રના પહેલા ભાગમાં ચર્ચા માટે બંને ગૃહોએ 12 કલાકનો સમય ફાળવ્યો હતો. જ્યારે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્યોએ સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો, ત્યારે વિપક્ષે મોંઘવારી અને બેરોજગારી સહિત વિવિધ બાબતોમાં સરકારની નિષ્ફળતા અંગે કેન્દ્ર પર હુમલો કર્યો.
યોગી સરકારે 4.5 લાખ યુવાનોને નોકરી આપી
ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 4.5 લાખ યુવાનોને નોકરીઓ આપી છે. એટલું જ નહીં, ખેડૂતોની 36000 કરોડ રૂપિયાની લોન પણ માફ કરવામાં આવી છે. આ સાથે જ વિપક્ષ વતી બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે આજે એક દેશને બે ભાગમાં વહેંચી દીધો છે.
નરેન્દ્ર મોદી સરકારમાં બે હિન્દુસ્તાન બની ગયા
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘આ ભારત માટે ગંભીર ખતરો છે. નરેન્દ્ર મોદીની સરકારમાં બે હિન્દુસ્તાન બન્યા છે, એક અમીરનું અને બીજું ગરીબનું, અને બંને વચ્ચેની ખાઈ વધી રહી છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં અત્યાર સુધીમાં 26 સભ્યોએ ભાગ લીધો છે. અત્યાર સુધીમાં કુલ સાત કલાક અને 41 મિનિટ ચર્ચા થઈ છે. ગૃહે આ માટે કુલ 12 કલાકનો સમય નક્કી કર્યો છે.