AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દબાણ કે સ્ટ્રેટેજી …. ઓપરેશન સિંદુર બાદ ક્યાં છુપાઈને બેઠો છે પાકિસ્તાનનો આર્મી ચીફ આસીમ મુનીર?

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના મૌનને લઈને સવાલ ઉઠી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે પ્રતિક્રિયા આપી, પરંતુ સેના પ્રમુખનું ગાયબ રહેવુ એ રણનીતિ છે કે આવેલુ પ્રેશર તે સ્પષ્ટ નથી. જાણકારોના મતે, મુનીરને સેનાની અંદરથી પુરુ સમર્થન મળી રહ્યું નથી અને ભારતની કડક કાર્યવાહીએ તેમને પીછેહઠ કરવા લાચાર કરી દીધા છે.

દબાણ કે સ્ટ્રેટેજી .... ઓપરેશન સિંદુર બાદ ક્યાં છુપાઈને બેઠો છે પાકિસ્તાનનો આર્મી ચીફ આસીમ મુનીર?
| Updated on: May 07, 2025 | 8:46 PM
Share

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી, પાકિસ્તાનમાં ખળભળાટ ફેલાયો છે. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અત્યાર સુધી આ અંગે કોઈ સીધી પ્રતિક્રિયા આપી શક્યા નથી. જે આસીમ મુનીરને પાકિસ્તાનની સત્તામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. તે આ સમગ્ર ઓપરેશન પર મૌન સેવી રહ્યો છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ તેની રણનીતિ છે કે ભારતની સૈન્ય તાકાત સામેની લાચારી?

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરી દેવામાં આવી હતી. ભારતે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કરતા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ હુમલાઓ સંપૂર્ણપણે સચોટ, સંતુલિત અને શક્તિશાળી ગણાવવામાં આવ્યા. આ પછી તરત જ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેને યુદ્ધની કાર્યવાહી ગણાવી અને બદલો લેવાની ચેતવણી આપી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પર અસીમ મુનિર મૌન છે. જે દરેક સામાન્ય ઘટના પર હંમેશા આગળપડતા રહીને અવાજ ઉઠાવતા રહે છે.

જનરલ મુનીરે કેમ સેવ્યુ મૌન?

નિષ્ણાતોનું કહેવુ છે કે અસીમ મુનીરનું મૌન સૂચવે છે કે તેમને સેનાની અંદરથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું નથી. નિવૃત્ત મેજર જનરલ રાજન કોચરના મતે, પાકિસ્તાની સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ મુનીરના નેતૃત્વથી સહમત નથી. આ જ કારણ છે કે વર્તમાનમાં ત્યાંની સંકટની ઘડીમાં તેઓ કોઈ નિર્ણાયક પગલા લેવાને બદલે પડદા પાછળ રહેવામાં શાણપણ સમજી રહ્યા છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઈકે ફરી એકવાર પાકિસ્તાનની લશ્કરી અને રાજકીય નબળાઈને ઉજાગર કરી છે.

ભારતની જવાબી કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને પંજાબ પ્રાંતમાં કટોકટી લાગુ કરી દીધી છે. તે જ સમયે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને સરકારી અધિકારીઓની બોડી લેંગ્વેજમાં સ્પષ્ટ રીતે ડર દેખાઈ રહ્યો છે. ભારતીય નિષ્ણાત લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડે કહે છે કે અસીમ મુનીર સંપૂર્ણપણે દબાણ હેઠળ છે અને તેમનું મૌન એ સંકેત આપે છે કે પાકિસ્તાનમાં આંતરિક સ્તરે સુમેળનો ભારે અભાવ છે.

ઇમરાનના સમર્થકોના મુનીર પર પ્રહાર

આ દરમિયાન, ઇમરાન ખાનના સમર્થકોએ પણ અસીમ મુનીર પર પ્રહાર કર્યો છે. તેમણે જનરલ મુનીરના સરમુખત્યારશાહી સ્વભાવ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાને ભારત સાથેના સંઘર્ષનું કારણ ગણાવી છે. તેઓ કહે છે કે પાકિસ્તાનની સેના ખુદ સરહદ પાર આતંકવાદ માટે એક સંગઠિત માળખા તરીકે કામ કરી રહી છે. ઇમરાનની પાર્ટીએ આ મુદ્દા પર સરકારની કટોકટી બેઠકનો પણ બહિષ્કાર કર્યો છે.

અસીમ મુનીરનું મૌન માત્ર ભારતના લશ્કરી પ્રતિભાવની અસર જ દર્શાવે છે, પરંતુ તે પાકિસ્તાનના આંતરિક રાજકીય અને લશ્કરી સંકટ તરફ પણ નિર્દેશ કરે છે. જો કે, પ્રશ્ન એ છે કે શું આ મૌન કોઈ મોટા પગલાની તૈયારી છે કે ભારતના રાજદ્વારી અને લશ્કરી ધાર સામે પાકિસ્તાનની હાર?

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">