રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો એવોર્ડ અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે જનરલ રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું.
Daughters of CDS General Bipin Rawat Kritika and Tarini
સીડીએસ જનરલ બિપિન રાવતને (CDS General Bipin Rawat) પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો એવોર્ડ અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે જનરલ રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની બહાદુરીને સલામ કરતા સરકારે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને (Ghulam Nabi Azad) પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં કુલ 128 લોકો સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવનાર છે.
Daughters of CDS General Bipin Rawat, Kritika and Tarini receive his Padma Vibhushan award (posthumous) pic.twitter.com/rJv1xnPmys