Operation Sindoor to Ceasefire : પાકિસ્તાનનુ મનોબળ – આતંકવાદની કમ્મર તુટી, ભારતે આટલુ મેળવ્યું-પાકિસ્તાને આટલુ ગુમાવ્યું
પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બદલાના ભાગરૂપે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં અનેક સ્થળો આતંકના અડ્ડાઓને નિશાન બનાવ્યા, જેના કારણે આતંકવાદીઓને ભારે નુકસાન થયું. આ કાર્યવાહી ભારતની વધતી જતી લશ્કરી તાકાત અને આતંકવાદ સામે મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક છે. ભારતે વિશ્વ મંચ પર પોતાનો સંદેશ પણ સ્પષ્ટ કરી દીધો છે કે તે આતંકવાદનો યોગ્ય જવાબ આપશે.

ગત 7 મેના રોજ શરૂ થયેલા ભારતીય સૈન્ય કાર્યવાહી, ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને તેની પોતાની ધરતી પર જ યોગ્ય જવાબ આપવામાં આવ્યો. સાથોસાથ એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે ભારત આતંકવાદી હુમલાઓને હળવાશથી નહીં લે. 4 દિવસની હુમલા- પ્રતિહુમલાની સૈન્ય કાર્યવાહી પછી, બંને દેશો વચ્ચે ગઈકાલ 10મી મેના સાંજે 5 વાગે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળની ભારતની લશ્કરી શક્તિ, રાજકીય ઇચ્છાશક્તિ અને રાજદ્વારી સ્પષ્ટતાની સાક્ષી આપે છે.
ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને એક મજબૂત સંદેશ મળ્યો છે કે, આતંકવાદ અને ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ હવે નિર્ણાયક અને ઘાતક હશે. 7 થી 10 મે દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓ અને લશ્કરી ઠેકાણાઓને ચોક્કસ હુમલાઓ દ્વારા નિશાન બનાવ્યા હતા.
જાણો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને કેટલું નુકસાન થયું
- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના છ એરબેઝનો નાશ કર્યો.
- ભારતે પાકિસ્તાનમાં 100 કિમીની અંદર આવેલા નવ સ્થળો પર મિસાઇલોથી હુમલા કર્યા.
- લશ્કર અને જૈશના ટોચના આતંકવાદીઓ સહિત 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
- ઓપરેશન સિંદૂરની કાર્યવાહી ભારતની સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે, હવે આતંકવાદી કાર્યવાહીનો જવાબ સર્જિકલ નહીં પરંતુ વ્યૂહાત્મક લશ્કરી સ્ટ્રાઇક હશે.
- ભારતે લાહોર, રાવલપિંડી, સિયાલકોટ, શોરકોટ, જેકોબાબાદ અને રહીમિયાર એરબેઝ પર હુમલો કરીને આતંકી હુમલાનો બદલો લીધો.
- પાકિસ્તાની ફતહ-II મિસાઇલોને હવામાં જ તોડી નખાઈ.
- પાકિસ્તાન ભારતના બ્રહ્મોસ ડેપો, S-400 અને એરબેઝને કોઈ જ નુકસાન પહોંચાડી શક્યું નહીં.
ભારતે વૈશ્વિક સ્તરે એક મજબૂત સંદેશ આપ્યો
ભારતે સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો કે, હવે તે વિદેશી ભૂમિ પરથી પોષાયેલા આતંકવાદને સહન નહીં કરે. ભારતે સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશને પણ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી સ્વ-બચાવમાં છે, ઉશ્કેરણીમાં નહીં.
સિંધુ જળ સંધિની સમીક્ષા: આ મુદ્દો યુદ્ધના માહોલમાં ખૂબ પાછળ રહી ગયો હશે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે, સિંધુનું પાણી હવે ફક્ત ભારતના હિતોને ધ્યાનમાં રાખીને જ નદીમાં વહેશે. વિશ્વ બેંકે પણ આ વિવાદમાં કોઈ ભૂમિકા લેવાનો ઇનકાર કર્યો છે, જે ભારત માટે રાજદ્વારી વિજય છે.
આતંકવાદી માળખાનો વિનાશ: જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબલના ઠેકાણાને મિસાઈલ મારાથી નાશ કર્યાં. ISI ની મદદથી ચાલતા લોન્ચપેડને પણ નાશ કર્યાં.
પાકિસ્તાન વાયુસેનાને ભારે નુકસાન: ભારતીય મિસાઇલો દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલામાં, પાકિસ્તાન વાયુસેનાના છ મુખ્ય વાયુસેનાને ભારે નુકસાન થયું. આમાં મુખ્ય વાયુસેના રહીમયાર, જેકોબાબાદ, લાહોર, રાવલપિંડી, શોરકોટ, સિયાલકોટ છે. ભારતીય વાયુસેનાના હુમલામાં પાકિસ્તાની એરબેઝ પરથી JF-17 જેવા ફાઇટર જેટ ઉડાન ભરે તે પહેલાં જ નષ્ટ થઈ ગયા.
પરમાણુ ખતરાની વાસ્તવિકતા: ભારતના કડક પગલાથી ગભરાઈને, પાકિસ્તાને પહેલા NCA (નેશનલ કમાન્ડ ઓથોરિટી) ની બેઠક બોલાવવાની વાત કરી, પરંતુ યુએસ અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે, તેને દસ મિનિટમાં જ રદ કરવી પડી.
ભારતનો વ્યૂહાત્મક સંદેશ: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર એક ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી છે, જેમાં આતંકવાદી માળખાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તે પણ કોઈપણ નિર્દોષ નાગરિકને નુકસાન પહોંચાડ્યા વિના.
ચીન અને તુર્કીનું મૌન: ભારતના બદલો લેવાના હુમલા પછી, પાકિસ્તાનના પરંપરાગત સાથી ચીન અને તુર્કી ખુલ્લેઆમ તેનું સમર્થન કરી શક્યા નહીં. ચીને પાકિસ્તાની વાયુસેનામાં તેના ફાઇટર જેટની ભાગીદારીથી પોતાને દૂર રાખ્યા.
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી સફળતા જ નથી, પરંતુ તે ભારતની વ્યૂહાત્મક વિચારસરણી, હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ અને વૈશ્વિક મંચ પર તેની સ્થિતિને પણ પ્રતિબિંબિત કરે છે. હવે દુનિયા જોઈ રહી છે કે ભારત હવે પહેલા જેવું નથી. જવાબ હવે શબ્દોમાં નહીં, પણ ક્રિયામાં મળશે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.