AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેડલ જીતશો તો જ તમે ભારતીય ! નોર્થ ઇસ્ટના લોકો સાથે કરવામાં આવતા ભેદભાવ પર ભડકી અંકિતા

નોર્થ ઇસ્ટના લોકો પહેલાથી જ ભારતીય તરીકે ઓળખ મેળવવા માટે સંઘર્ષ કરતા આવ્યા છે. ક્યાંક તેમને મોમોઝ તો ક્યાંય તેમને ચાઇનીઝ અથવા તો નેપાળી બોલાવવામાં આવે છે.

મેડલ જીતશો તો જ તમે ભારતીય ! નોર્થ ઇસ્ટના લોકો સાથે કરવામાં આવતા ભેદભાવ પર ભડકી અંકિતા
Ankita Konwar says, 'Northeast people can become Indians only after winning a medal'
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:32 PM
Share

ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympic 2020) માં સિલ્વર મેડલ મેળવીને મીરાબાઇ ચાનૂએ ભારતનું નામ રોશન કર્યુ છે. મૂળ મણિપુરની મીરાબાઇ ચાનૂની (Mirabai Chanu) આ ઉપલબ્ધી પર દેશના દરેક લોકો ગર્વ (Proud) અનુભવી રહ્યાં છે. તેમના મેડલ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યા અને મીરાબાઇ ચાનૂને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. દેશ અને આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસે આ સમાચારને કવર કર્યા. તેમના ઘરની બહાર પત્રકારોની લાઇન લાગી ગઇ અને તેમના સંઘર્ષ અને મહેનતને લઇને વિવિધ અખબારોએ સ્ટોરી કરી.

સોશિયલ મીડિયામાં ચાલી રહેલી મીરાબાઇની જીતની ઉજવણી વચ્ચે કેટલાક લોકોએ નોર્થ ઇસ્ટના (North East) લોકો સાથે થઇ રહેલા ભેદભાવ અને જાતીવાદને લઇને અવાજ ઉઠાવ્યો છે. આ જ મુદ્દે મિલિંદ સોમનની (Milind Soman) પત્નિ અંકિતા કોંવરે (Ankita Konwar) પણ આ મુદ્દે પોતાનો રોષ ઠાલવ્યો છે. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને લખ્યુ કે, જો તમે નોર્થ ઇસ્ટથી છો તો તમે ત્યારે જ ભારતીય કહેવાશો કે જ્યારે તમે દેશ માટે મેડલ લઇને આવશો. આ સિવાય તો તમને ચિંકી, ચાઇનીઝ, નેપાળી અથવા તો કોરોના નામથી બોલાવવામાં આવશે. ભારતમાં જાતીવાદથી પીડિત ઘણા બધા લોકો રહે છે. હુ પોતાના અનુભવથી બોલી રહી છુ #Hypocrites

અંકિતાની આ પોસ્ટ સાથે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ સંમંતિ દર્શાવી છે. લોકોએ અંકતાની આ પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી તો કેટલાક લોકોએ પોતાની સાથે થયેલા અથવા તો પોતે જોયેલા આ વ્યવહાર વિશે વાત કરી. એક યૂઝરે તો લખ્યુ કે, આ ખુબ નિરાશાજનક છે. અલગ અલગ સંસ્કૃતિ હોવા છતાં આપણામાં ઇન્સાનિયતની મૂળ ભાવનાની કમી છે. અન્ય એક યૂઝરે લખ્યુ કે, મારો એક ક્લાસમેટ મણિપુરનો હતો. ભારતના લોકો તેને ક્યારે પણ ભારતીય માનતા ન હતા. મે આ વાતને અનુભવી છે.

થોડા થોડા દિવસે નોર્થ ઇસ્ટના લોકોને બૂલી કરવાની ઘટના સામે આવતી હોય છે. ખાસ કરીને થોડા સમય પહેલા દિલ્લીમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. નોર્થ ઇસ્ટના લોકો પહેલાથી જ ભારતીય તરીકે ઓળખ મેળવવા માટે સંઘર્ષ કરતા આવ્યા છે. ક્યાંક તેમને મોમોઝ તો ક્યાંય તેમને ચાઇનીઝ અથવા તો નેપાળી બોલાવવામાં આવે છે. તેવામાં જ્યારે નોર્થ ઇસ્ટની ચાનૂ બાઇ મેડલ લઇને આવે છે ત્યારે તે જ લોકો તેમને ભારતીય કહીને બોલાવવા લાગે છે.

આ પણ વાંચો – વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા! ગુરુના ચંદ્ર ગેનીમેડ પર મળ્યા પાણીની વરાળના પુરાવા, નાસાના હબલ ટેલિસ્કોપની મળી મદદ

g clip-path="url(#clip0_868_265)">