AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નાના ભાઈ હાર્દિક પંડ્યાનું નામ સાંભળી મોટા ભાઈ કૃણાલે આપી અજીબ પ્રતિક્રિયા, વીડિયો વાયરલ

IPL 2026 દરમિયાન કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા સતત સમાચારમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે બધુ બરાબર નથી. આ બધા વચ્ચે કૃણાલ પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હાર્દિકનું નામ સાંભળીને જે પ્રતિક્રિયા આપે છે, તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Breaking News: નાના ભાઈ હાર્દિક પંડ્યાનું નામ સાંભળી મોટા ભાઈ કૃણાલે આપી અજીબ પ્રતિક્રિયા, વીડિયો વાયરલ
pandya brothersImage Credit source: X
| Updated on: Apr 22, 2026 | 6:19 PM
Share

IPL 2026 ની રોમાંચક મેચો વચ્ચે પંડ્યા બ્રધર્સ હેડલાઈનમાં છે. છેલ્લા કેટલાક સમયથી પંડ્યા બ્રધર્સના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ભાઈઓએ વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. ભારતના T20 વર્લ્ડ કપ 2026ની જીત પછી કૃણાલે હાર્દિકને અભિનંદન આપતી કોઈ પોસ્ટ ના કરી, તો બીજી તરફ હાર્દિકે કૃણાલને તેના જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી. હવે હાર્દિકનું નામ સાંભળી કૃણાલે જે પ્રતિક્રિયા આપી, તેનો વીડિયો વાયરલ થયો છે.

હાર્દિકનું નામ સાંભળી કૃણાલે શું કર્યું?

વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચેની મેચ દરમિયાન કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. કૃણાલે હાર્દિકને બાઉન્સર પણ ફેંક્યો હતો, અને જ્યારે હાર્દિક આઉટ થયો, ત્યારે કૃણાલનું સેલિબ્રેશન પણ મજેદાર હતું. હવે એક મજેદાર ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેના ભાઈ હાર્દિક પંડ્યાનું નામ લેવામાં આવ્યું, ત્યારે કૃણાલ પંડ્યાની પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું.

કૃણાલ પંડ્યાનો ફની ઈન્ટરવ્યૂ

વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચેની મેચ પછી ફની ઈન્ટરવ્યૂમાં, RCBના ઈન્સાઈડર મિસ્ટર નેગ્સે કૃણાલને મજાકમાં પૂછ્યું કે તે અન્ય કોઈ “પરિવારના સભ્યો” ને મળવા નથી આવ્યો. જેનો જવાબ આપતા કૃણાલે કહ્યું કે, “મોટા પરિવારમાં ક્યારેક કેટલાક સભ્યોને ન મળવું સામાન્ય છે.” મિસ્ટર નેગ્સે પછી કહ્યું, “બરાબર તારા ભાઈની જેમ.”

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જ્યારે હાર્દિકનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્યારે કૃણાલે માથું નમાવ્યું અને વધુ કંઈ કહ્યું નહીં. આ ક્ષણને સોશિયલ મીડિયા યુઝર્સે દ્વારા તરત જ કેચ કરી અને તેને બે ભાઈઓ વચ્ચેના અણબનાવ સાથે જોડી દીધી. જોકે, કૃણાલે ઇન્ટરવ્યૂમાં હાર્દિકની પ્રશંસા પણ કરી, તેને ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશરોમાંનો એક ગણાવ્યો.

કૃણાલનું જોરદાર પ્રદર્શન

કૃણાલે આ સિઝનમાં RCB માટે 6 મેચમાં 8 વિકેટ લીધી છે, અને ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. પંડ્યાએ આ દરમિયાન માત્ર 8.57 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. જ્યારે બીજી તરફ હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ તેની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે.

Breaking News: જો કેપ્ટન ના હોત, તો ટીમમાંથી બહાર થઈ ગયા હોત આ 6 સ્ટાર ખેલાડીઓ

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">