Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું ‘સૂર્ય તિલક’ જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન

|

Apr 17, 2024 | 7:30 AM

Ramlalla Surya Tilak : રામનવમીના દિવસે ભગવાન રામલલાના 'સૂર્ય તિલક'ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું 'સૂર્ય તિલક' કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન
Ramlalla Surya Tilak

Follow us on

રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે. તે દિવસે સરયુમાં સ્નાન, પછી હનુમાનગઢી અને રામ મંદિરમાં પૂજા કરવાની પરંપરા છે. ગયા વર્ષે રામ નવમી પર 15 લાખ લોકો આવ્યા હતા. રામ મંદિરના નિર્માણ બાદથી દરરોજ સરેરાશ દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.

રામનવમીના દિવસે ભગવાન રામલલ્લાના ‘સૂર્ય તિલક’ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. રામનવમીના દિવસે એટલે કે આજે બપોરે 12 વાગ્યે રામલલાનું ‘સૂર્ય તિલક’ કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બની શકે કે દરેક લોકોને મંદિરમાં આ દર્શન કરવા ન મળી શકે પરંતુ અયોધ્યામાં હાજર તમામ ભક્તો તેને જોઈ શકશે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

શહેરમાં વિવિધ સ્થળોએ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં દરેક મુખ્ય જગ્યાએ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. જેના પર ગર્ભગૃહમાં થતી આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. લોકો એલઇડી સ્ક્રીન પર રામલલાનું ‘સૂર્ય તિલક’ પણ જોઈ શકશે.

દર્શન કરવા માટે ભક્તોની ભીડ બેકાબૂ

જિલ્લા પ્રશાસન માટે સૌથી મોટો પડકાર ભીડને નિયંત્રિત કરવાનો છે. રામલલ્લાના અભિષેકના બીજા જ દિવસે મંદિરની અંદર અને બહાર નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિને સંભાળવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જવું પડ્યું. રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી.

પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યાની આ પહેલી રામનવમી છે. આ પ્રસંગે વધુ સારી વ્યવસ્થા કરવા માટે શનિવારે, 17 એપ્રિલના રોજ લખનઉમાં એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. યુપીના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા અને કાર્યકારી ડીજીપી પ્રશાંત કુમાર સહિત ઘણા સિનિયર IAS અને IPS અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.

સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે

બેઠકમાં ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વધતી ગરમીને જોતાં 1523 પીવાના પાણીના નળ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવ્યું છે કે, 15 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી અયોધ્યા તરફ જતા હાઈવે પર મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 16 એપ્રિલ પછી કોઈ પણ ફોર વ્હીલરને અયોધ્યા શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. લોકો પગપાળા જ ચાલીને જઈ શકશે. CCTV કેમેરા દ્વારા વિવિધ સ્થળોએ 24 કલાક સતત નજર રાખવામાં આવશે.

Published On - 7:39 am, Sun, 14 April 24

Next Article