રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ
ગયા રવિવારે પણ રાજસ્થાનમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત હિંદુઓનો દેશ છે, હિંદુત્વવાદીઓનો નહીં અને હિંદુત્વવાદીઓને હટાવવાની હાકલ કરી હતી.
કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ‘હિન્દુ અને હિંદુત્વ’ વિશેની તાજેતરની ટિપ્પણી પર કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ કહ્યું કે તેઓ બે શબ્દો વચ્ચેના તફાવતને સામે લાવી રહ્યા છે. રવિવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રિયંકાએ કહ્યું કે હિંદુ(Hindu) ધર્મ ઈમાનદારી અને લોકોને પ્રેમ શીખવે છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકો ધર્મના નામે રાજનીતિ કરે છે.
કોંગ્રેસના મહાસચિવે કહ્યું “તેઓ (ભાજપ અને આરએસએસ) ધર્મ કે ઈમાનદારીના માર્ગ પર નથી. રાહુલજી માત્ર તફાવત કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારનું કામ શું છે? લોકોની સમસ્યાઓને સમજવા અને તેનો ઉકેલ શોધવાનું, અત્યાચાર બંધ કરવાનું. ઉલટું આ સરકાર વિપક્ષના ફોન ટેપ કરી રહી છે. આ સરકાર પોતાની એજન્સીઓનો એ જ રીતે ઉપયોગ કરે છે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ કોઈને હેરાન કરે છે. કેન્દ્ર સરકાર આ એજન્સીઓનો દુરુપયોગ કરે છે.”
Raebareli| Hinduism teaches honesty & love amongst all. RSS&BJP members do politics in the name of religion;they aren’t on the path of righteousness or honesty. Rahul Ji is just trying to show the difference: Congress leader Priyanka Gandhi on Rahul Gandhi’s ‘Hindutvavadi’ remark pic.twitter.com/Y8JelYV825
— ANI UP (@ANINewsUP) December 19, 2021
રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યુ હતુ?
આ પહેલા શનિવારે અમેઠીમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુત્વવાદીઓ માત્ર જુઠ્ઠાણાનું રાજકારણ કરે છે, તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું હતું કે હિંદુ ક્યારેય તેના ડરને નફરત, ગુસ્સો કે હિંસામાં પરિવર્તિત થવા દેતો નથી. તેણે કહ્યું “એક બાજુ સત્ય, બીજી બાજુ અસત્ય. એક તરફ પ્રેમ, બીજી તરફ નફરત. એક તરફ અહિંસા, બીજી તરફ હિંસા. હિંદુ જે લાગણી અનુભવે છે તે પ્રેમની લાગણી છે.”
રવિવારે પણ રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચેનો તફાવત દર્શાવતા લખ્યું હતું કે “હિંદુઓ માને છે કે દરેક વ્યક્તિનો DNA અલગ અને અનન્ય છે. હિન્દુત્વવાદીઓ માને છે કે તમામ ભારતીયોનો ડીએનએ સમાન છે.
‘હિન્દુવાદી’ ગંગામાં એકલા સ્નાન કરે છેઃ રાહુલ ગાંધી
અમેઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક ‘હિંદુત્વવાદી’ ગંગામાં એકલો સ્નાન કરે છે, જ્યારે એક હિન્દુ કરોડો લોકો સાથે સ્નાન કરે છે. નરેન્દ્ર મોદી કહે છે કે તેઓ હિંદુ છે, પરંતુ તેઓ ક્યારે સત્ય માટે ઉભા થયા? તેમણે કહ્યું હતું કે તેઓ યુવાનોને 2 કરોડ નોકરીઓ આપશે, તે ક્યાં આપી? તેમણે લોકોને કોવિડથી છુટકારો મેળવવા માટે થાળી વગાડવા કહ્યું, હિન્દુ કે હિન્દુત્વવાદી?
ગયા રવિવારે પણ રાજસ્થાનમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત હિંદુઓનો દેશ છે હિંદુત્વવાદીઓનો નહીં અને હિંદુત્વવાદીઓને હટાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે “આજે દેશની રાજનીતિમાં બે શબ્દોની ટક્કર છે. બે અલગ અલગ શબ્દોની. જે બંનેના અર્થ અલગ છે. એક શબ્દ હિંદુ અને બીજો શબ્દ હિંદુત્વ. તે કોઈ વસ્તુ નથી. આ બે અલગ અલગ શબ્દ છે અને તેઓનો અર્થ સંપૂર્ણપણે અલગ છે. હું હિંદુ છું, પણ હિંદુત્વવાદી નથી.”
આ પણ વાંચો : OMG: માછીમારને દરિયામાંથી માછલીના બદલે મળી આવ્યો ખજાનો ! આ વ્યક્તિનું રાતો રાત બદલાઈ ગયુ નસીબ
આ પણ વાંચો : વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ,જુઓ VIDEO