OMG: માછીમારને દરિયામાંથી માછલીના બદલે મળી આવ્યો ખજાનો ! આ વ્યક્તિનું રાતો રાત બદલાઈ ગયુ નસીબ
જીવનમાં ક્યારે શું થશે, કંઈ કહી શકાય નહીં. તાજેતરના દિવસોમાં ઈન્ડોનેશિયામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માછીમાર દરિયામાં માછીમારી કરવા ગયો હતો અને ત્યાંથી તેને કરોડો રૂપિયાનો ખજાનો મળી આવ્યો.
Indonesia: આપણે ત્યાં કહેવત છે કે ભગવાન જ્યારે પણ આપે છે છપ્પર ફાડીને આપે છે. ઘણીવાર આવા કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. જે બાદ લોકોને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. તાજેતરમાં આવો જ એક મામલો ઈન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. આ માછીમાર (Fisherman) સાથે કંઈક એવુ થયુ કે તેનું રાતોરાત નસીબ (Luck) બદલાઈ ગયુ.
માછલીના બદલે જાળમાં આવ્યો ખજાનો!
અહેવાલો અનુસાર ઈન્ડોનેશિયાના બાંગકા બેલિતુંગમાં કેટલાક માછીમારો માછલી (Fish) પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. માછીમારો બોટ પર બેસીને દરિયામાંથી માછીમારી કરવા લાગ્યા. બાકીના માછીમારીની જેમ આ માછીમાર પણ રોજની જેમ કામ કરી રહ્યો હતો. તેણે પણ પોતાની જાળ દરિયામાં નાખી દીધી. થોડા સમય પછી જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો તે સ્તબ્ધ થઈ ગયો.
કારણ કે, માછલી જાળમાં ફસાઈ ન હતી. પરંતુ માછલીને બદલે કેટલાક બોક્સ (Box) જાળમાં ફસાઈ ગયા હતા. જ્યારે તેણે આ બોક્સ ખોલ્યા તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ ખજાનો જોઈને માછીમાર દંગ રહી ગયો. તમને જણાવી દઈએ કે આ બોક્સમાં એપલની અલગ-અલગ પ્રોડક્ટ્સ હતી. જેમાં આઈફોન અને MacBookનો સમાવેશ થાય છે.
માછીમારને મળેલી તમામ પ્રોડક્ટ સુરક્ષિત
મળતા અહેવાલો મુજબ માછીમારને મળેલી તમામ પ્રોડક્ટ સુરક્ષિત છે. આ મામલે માછીમારે જણાવ્યુ હતુ કે બોક્સની અંદર પાણી ન જવાને કારણે કોઈ પ્રોડક્ટને નુકશાન થયુ નથી. આ તમામ પ્રોડક્ટને વેચીને આ માછીમાર હાલ કરોડપતિ બની ગયો છે. આ કિસ્સો સામે આવતા હાલ લોકો આ વ્યક્તિના નસીબની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના (America) ફ્લોરિડાથી એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિ તેના મિત્રો સાથે મસ્તી કરવા ગયો હતો, પરંતુ ત્યાં તેને પાણીમાં એક સાથે ઘણા પેકેટ તરતા જોવા મળ્યા. આ તમામ પેકેટમાં મળીને લગભગ 30 કિલો કોકેઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ સાડા સાત કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ,જુઓ VIDEO