AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

corona case : ઓમિક્રોનના વધતા મામલા પર કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, નાઇટ કર્ફ્યુ લગાવવા અને યુદ્ધના ધોરણે કામ સહીત કહી 10 વાત

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 11 નવા કેસ નોંધાયા હતા, જે પછી રાજ્યમાં નવા વેરિઅન્ટની કુલ સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. તે જ સમયે, દિલ્હીમાં ઓમિક્રોન કેસની સંખ્યા 54 છે.

corona case : ઓમિક્રોનના વધતા મામલા પર કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, નાઇટ કર્ફ્યુ લગાવવા અને યુદ્ધના ધોરણે કામ સહીત કહી 10 વાત
Rajesh Bhushan ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:29 AM
Share

દેશમાં કોરોના વાયરસના (corona) નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ના (omicron) વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને દેખરેખ વધારવા અને યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે(Rajesh Bhushan)  રાજ્ય સરકારોને પત્ર લખીને ચેતવણી આપી છે કે વર્તમાન વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણો વધુ સંક્રમિત છે. તેમણે રાજ્યોને જિલ્લા સ્તરે દેખરેખ વધારવા ટેસ્ટિંગ વધારવા અને હોસ્પિટલોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રાખવા સૂચના આપી છે.

નોંધનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 216 કેસ નોંધાયા છે. મંગળવારે મહારાષ્ટ્ર, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં નવા કેસની પુષ્ટિ થઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. જ્યાં 11 નવા કેસ પછી સંખ્યા વધીને 65 થઈ ગઈ છે.

નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા બાદ,જાણો સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશોની મહત્વની બાબતો.

આરોગ્ય સચિવે કહ્યું કે સ્થાનિક અને જિલ્લા સ્તરે વધુ દૂરદર્શિતા, ડેટાનું વિશ્લેષણ, ઝડપી નિર્ણયો અને કડક પગલાંની જરૂર છે.

જે જિલ્લાઓમાં સંક્ર્મણનો દર 10 ટકાથી વધુ છે અથવા જ્યાં કોવિડ હોસ્પિટલના 40 ટકાથી વધુ બેડ ભરેલા છે તેવા જિલ્લાઓમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવું જોઈએ.

આવા જિલ્લાઓની હોસ્પિટલોમાં કોવિડ-19 સંબંધિત તમામ ઉપલબ્ધ સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ.

કડક નિવારણ પગલાં અપનાવો અને જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફ્યુ જેવા નિયંત્રણો પણ લાદવો. આ સિવાય મોટા મેળાવડા પર પ્રતિબંધ અને લગ્ન જેવા સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડવી.

કોરોનાથી પ્રભાવિત વસ્તી અને તેના ભૌગોલિક ફેલાવા વિશે પ્રાપ્ત થઈ રહેલા ડેટાની સતત સમીક્ષા થવી જોઈએ

હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેનપાવર અને નોટિફાઈંગ આઈસોલેશન ઝોનની પણ ટૂંક સમયમાં સમીક્ષા થવી જોઈએ.

પરીક્ષણ અને દેખરેખની પદ્ધતિઓમાં તમામ કોવિડ પોઝિટિવ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ફરજિયાત છે.

પત્ર અનુસાર, દેશમાં ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ દેશના વિવિધ ભાગોમાં હાજર છે. દેશમાં કોવિડની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું.

રાજ્યોને રસીકરણ વધારવા અને 100% રસીકરણ કવરેજના લક્ષ્યને પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે.

એવા સ્થળોએ જ્યાં એકસાથે ઘણા કેસ એટલે ક્લસ્ટર ઇન્ફેક્શન જોવા મળે છે, તો સેમ્પલને તરત જ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું ‘તોફાન’, WHOએ ચેતવણી આપી કહ્યું કે, વેરિઅન્ટના ફેલાય નહીં તે માટે પગલા લો

બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
g clip-path="url(#clip0_868_265)">