ઓમિક્રોનનો આંતક : 27 રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પગપેસારો, માત્ર એક દિવસમાં નોંધાયા આટલા કેસ

ઓમિક્રોનનો આંતક : 27 રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પગપેસારો, માત્ર એક દિવસમાં નોંધાયા આટલા કેસ
પ્રતિકાત્મક ફોટો

કોરોનાના નવા વેરિઅન્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં (Maharashtra) અત્યાર સુધીમાં સૌથી વધુ 876 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં (Delhi) અત્યાર સુધીમાં 513 દર્દીઓ સામે આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 08, 2022 | 12:10 PM

Omicron Variant: દેશમાં છેલ્લા 24 કલાકમાં 64 નવા કેસ સામે આવતા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 3,071 પર પહોંચી ગઈ છે.  જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,203 દર્દીઓ સાજા થયા છે. શુક્રવારે ઓમિક્રોનથી (Omicron Case) સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,199 પર પહોંચી હતી. ત્યારે હાલ ઓમિક્રોને દેશના 27 રાજ્યોમાં પોતાનો પગપેસારો કર્યો છે. તમને જણાવી દઈએ કે 9 રાજ્યોમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

આ રાજ્યોમાં ઓમિક્રોનનો આંતક

કોરોનાના નવા વેરિઅન્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં (Maharashtra) અત્યાર સુધીમાં સૌથી વધુ 876 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં (Delhi) અત્યાર સુધીમાં 513 દર્દીઓ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો આ વેરિઅન્ટથી 381 દર્દીઓ સાજા થયા છે. તેમજ દિલ્હીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી છે.

કોરોના કેસમાં થયો ધરખમ વધારો

બીજી તરફ જો આપણે કોરોનાના કેસોની (Corona Case) વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,41,986 નવા કેસ નોંધાયા છે અને 285 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા આ કેસ 22 હજારની આસપાસ હતા, જે હવે 5 ગણાથી વધુ વધીને 1 લાખને પાર પહોંચી ગયા છે. હાલ દેશમાં સક્રિય(Corona Active Case) કેસની કુલ સંખ્યા 4,72,169 થઈ છે. જ્યારે કુલ 3,44,12,740 લોકો કોરોનાથી રિકવર થયા છે.

રાજ્યોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા

ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. વિવિધ રાજ્ય સરકારોએ કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે નાઈટ કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ, 50 ટકા ક્ષમતા સાથે ઓફિસો ચલાવવા અને શાળાઓ અને કોલેજોને બંધ કરવા સહિતના કડક નિયંત્રણો લાગુ કર્યા છે. જ્યારે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે હાલ વધતા કોરોના સંક્રમણને પગલે સરકાર સતર્ક જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Corona Update: દેશમાં કોરોના બન્યો બેકાબૂ, 1.42 લાખ નવા દર્દીઓ, માત્ર 5 રાજ્યમાં 94,000 કેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati