Corona Update: દેશમાં કોરોના બન્યો બેકાબૂ, 1.42 લાખ નવા દર્દીઓ, માત્ર 5 રાજ્યમાં 94,000 કેસ
એક અઠવાડિયા પહેલા જે 22,000ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં 6 ગણી વધીને 1.50 લાખની નજીક પહોંચી ગયા છે.
દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસ (Corona Case) ઝડપથી વધી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1,41,986 નવા કેસ સામે આવ્યા છે અને 285 લોકોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે માત્ર 5 રાજ્યમાં જ કોરોનાના કેસ 1 લાખની નજીક પહોંચી ગયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 40,925 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,213 કેસ, દિલ્હીમાં 17,335 કેસ, તમિલનાડુમાં 8,981 કેસ અને કર્ણાટકમાં 8,449 કેસ સામે આવ્યા છે.
હવે દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,53,68,372 થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા જે 22,000ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં 6 ગણી વધીને 1.50 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,895 દર્દી સાજા થયા છે. જેનાથી દેશમાં રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 3,44,12,740 થઈ ગઈ છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4,72,169 છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,00,806નો વધારો થયો છે.
#India reports 1,41,986 fresh #COVID19 cases, 40,895 recoveries, and 285 deaths in the last 24 hours
Daily positivity rate: 9.28%
Active cases: 4,72,169 Total recoveries: 3,44,12,740 Death toll: 4,83,178
Total vaccination: 150.06 crore doses#coronavirus #TV9News
— tv9gujarati (@tv9gujarati) January 8, 2022
ઓમિક્રોનના કેસમાં પણ વધારો
દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ થોડો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 27 રાજ્યમાં ઓમિક્રોનના 3,071 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,203 દર્દી ઓમિક્રોનથી સાજા થયા છે.
27 રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રી 27 રાજ્યમાં થઈ ચૂકી છે. ઓમિક્રોનના જોખમને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત ઉપાય કરવા માટે કહ્યું છે. અલગ અલગ રાજ્યની સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે રાત્રિ કર્ફ્યૂ, વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કર્યા છે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે.
આ પણ વાંચો: Vadodara: કોરોનાના કેસ વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પોલીસ એક્શનમાં, સંક્રમણ રોકવા કવાયત હાથ ધરી
આ પણ વાંચો: Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી પોઝિટીવ