Odisha Cabinet Reshuffle: ઓડિશા કેબિનેટમાં ફેરબદલ, તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, નવા મંત્રીઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે લેશે શપથ

શાસક બીજુ જનતા દળ (BJD) એ 29 મે 2022 ના રોજ તેના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં ફેરબદલની આશા હતી અને હવે આ દિશામાં આગળ વધતા રાજ્યના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.

Odisha Cabinet Reshuffle: ઓડિશા કેબિનેટમાં ફેરબદલ, તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, નવા મંત્રીઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે લેશે શપથ
Odisha Cabinet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:28 PM

ઓડિશામાં (Odisha) કેબિનેટમાં ફેરબદલ થશે. સમાચાર એજન્સી ANIએ સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. હવે આવતીકાલે એટલે કે રવિવારે બપોરે 12 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. શાસક બીજુ જનતા દળ (BJD) એ 29 મે 2022 ના રોજ તેના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં ફેરબદલની આશા હતી અને હવે આ દિશામાં આગળ વધતા રાજ્યના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. મંત્રીઓના રાજીનામાને 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત અને પુનર્જીવિત કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારમાં રહેલા તમામ 20 મંત્રીઓએ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષને તેમના રાજીનામા સોંપી દીધા છે. સૂત્રોએ જણાવ્યું કે નવા કેબિનેટ મંત્રીઓ રવિવારે બપોરે 12 વાગ્યે રાજભવનના કન્વેન્શન હોલમાં શપથ લેશે. ચર્ચાઓનું બજાર ગરમ છે કે પ્રદીપ અમાત અને લતિકા પ્રધાનને મંત્રી પદ આપવામાં આવી શકે છે.

સૂત્રોએ આ માહિતી આપી છે. લોકસભા ચૂંટણીમાં બે વર્ષ બાકી છે અને આ માટે મતદાન 2024માં થવાનું છે. તે જ સમયે, 2024 માં જ ઓડિશાની વિધાનસભા ચૂંટણી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ અત્યારથી જ પોતાને મજબૂત કરવા અને લોકોમાં પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

વિવાદાસ્પદ મંત્રીઓને ફરી મંત્રી પદ નહીં મળે

જણાવી દઈએ કે બ્રજરાજનગર પેટાચૂંટણીમાં બીજેડીને જોરદાર જીત મળી છે અને નવીન પટનાયક સરકારના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. ત્યારથી કેબિનેટમાં ફેરબદલની અટકળોએ જોર પકડ્યું હતું. BJDએ પક્ષના ઉમેદવાર અલકા મોહંતીના પ્રચાર માટે લગભગ ડઝન જેટલા મંત્રીઓ અને 25થી વધુ ધારાસભ્યોને બ્રજરાજનગરમાં ઉતાર્યા હતા. આ બેઠક પર પક્ષનો વિજય થાય તે માટે આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેઓ સારી રીતે જાણતા હતા કે ફેરબદલ દરમિયાન તેમના કામને ધ્યાનમાં લઈને પાર્ટી તેમને કેબિનેટનો હિસ્સો બનાવી શકે છે.

બીજી તરફ વિવાદોમાં ઘેરાયેલા અને રાજ્ય સરકારની છબી ખરડનાર મંત્રીઓને બહારનો રસ્તો બતાવી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી નવીન પટનાયકના આદેશ પર સ્પીકર સૂર્ય નારાયણ પાત્રો, વાણિજ્ય અને પરિવહન મંત્રી પદ્મનાભ બેહેરા, માહિતી અને જનસંપર્ક મંત્રી રઘુનંદન દાસ, સ્ટીલ અને ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિક, કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રેમાનંદ નાયકે રાજીનામું આપી દીધું છે.

g clip-path="url(#clip0_868_265)">