AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75 ટકા મુસ્લિમ વસ્તી, હરિયાણાનો સૌથી અશિક્ષિત જિલ્લો… હિંસામાં સળગતા નૂહ વિશે તમે આ બાબતો નહીં જાણતા હોવ

હરિયાણાનું નૂહ હિંસાની પકડમાં છે. સોમવારે અહીં બ્રીજમંડળ વિસ્તારની જલાભિષેક શોભાયાત્રા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. શું તમે હિંસા બાદ લાઈમલાઈટમાં આવેલા નૂહ વિશે આ વાતો તમે નહીં જાણી હોય.  

75 ટકા મુસ્લિમ વસ્તી, હરિયાણાનો સૌથી અશિક્ષિત જિલ્લો… હિંસામાં સળગતા નૂહ વિશે તમે આ બાબતો નહીં જાણતા હોવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:26 PM
Share

હરિયાણાનું નૂહ હિંસાની (Nuh Violence) આગમાં સળગી રહ્યું છે. બ્રીજમંડળ ક્ષેત્રની જલાભિષેક શોભાયાત્રા બાદ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, 30 લોકો ઘાયલ થયા છે અને લગભગ 120 વાહનો કાં તો તૂટી ગયા છે અથવા સળગાવી દેવામાં આવ્યા છે. પોલીસે હિંસા પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં 44 FIR નોંધી છે. 70 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નૂહમાં કર્ફ્યુ અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. સ્થિતિ વધુ વણસી ન જાય તે માટે કેન્દ્ર દ્વારા અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

નૂહમાં શું થયું?

સોમવારે સવારે 10 વાગ્યે નૂહની બ્રીજમંડળ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. આથી બપોરે 12 વાગ્યે ખેડલા વળાંક પાસે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યા સુધીમાં વાહનો, પોલીસ સ્ટેશન, દુકાનો અને પેટ્રોલ પંપ સળગાવી દેવામાં આવ્યા હતા. સાંજના 5:30 કલાકે હરિયાણા સરકારે સાંપ્રદાયિક તણાવને જોતા ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. સાંજે 6 વાગ્યે નૂહથી ફાટી નીકળેલી હિંસા સોહના, હોડલ, બલ્લભગઢમાં ફેલાઈ ગઈ હતી.

શું તમે નુહ વિશે જાણો છો?

હરિયાણાનો નૂહ જિલ્લો અવારનવાર અનેક કારણોસર હેડલાઇન્સમાં રહે છે. 2016 પહેલા નૂહ જિલ્લો મેવાત તરીકે જાણીતો હતો. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી લગભગ 11 લાખ છે. આમાં 75% મુસ્લિમ છે. અહીં સાક્ષરતા માત્ર 56% છે. આ હરિયાણાનો સૌથી અશિક્ષિત જિલ્લો છે. આ વિસ્તાર ગુરુગ્રામ સંસદીય સીટ હેઠળ આવે છે, જ્યાંથી ભાજપના રાવ ઈન્દ્રજીત સિંહ છેલ્લી બે ટર્મથી સાંસદ છે.

2014 પહેલા રાવ ઈન્દ્રજીત આ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી તરફથી સાંસદ હતા. આ જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો છે. કોંગ્રેસના આફતાબ અહેમદ નૂહ જહાંથી ધારાસભ્ય છે, કોંગ્રેસના મમ્માન ખાન ફિરોઝપુર ઝિરકાથી ધારાસભ્ય છે અને કોંગ્રેસના મોહમ્મદ ઇલ્યાસ પુનાનાના ધારાસભ્ય છે.

આ પણ વાંચો : પથ્થરમારો, આગચંપી… હિંસાની આગમાં નૂહ સળગી ઉઠ્યુ, અત્યાર સુધીમાં 5ના મોત, 24 કલાકમાં 24 અપડેટ વાંચો

નૂહમાં પ્રથમ વખત અગાઉ પણ આ પ્ર્કારના જુલુસ કાઢવામાં આવ્યા હતા

દર વર્ષે નૂહમાં બ્રીજમંડળ પ્રદેશની જલાભિષેક શોભાયાત્રા કાઢવામાં આવે છે.આ યાત્રા દર વર્ષે સાવન માસમાં જ કાઢવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની આ યાત્રાનું આયોજન કરે છે. આ યાત્રા નુહના નલહદ મહાદેવ મંદિરથી શરૂ થાય છે અને શ્રૃંગાર મંદિર પુનહાના સુધી જાય છે. માર્ગમાં મનસા દેવીના મંદિરે યાત્રાનો વિરામ છે. આ ઉપરાંત ખીર મંદિર ઝિરકામાં શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવે છે. યાત્રાનો હેતુ પાંડવ કાળના 3 શિવ મંદિરોમાં જલાભિષેક કરવાનો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">