LPG સિલિન્ડર એડ્રેસ પ્રૂફ વિના પણ ખરીદી શકાશે, જાણો શું કહે છે નવા નિયમ

હવે નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના ખરીદી શકાય છે.

LPG સિલિન્ડર એડ્રેસ પ્રૂફ વિના પણ ખરીદી શકાશે, જાણો શું કહે છે નવા નિયમ
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 05, 2021 | 3:10 PM

હવે નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના ખરીદી શકાય છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) એ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. ગ્રાહકો હવે સરનામાંના પુરાવા વિના 5 કિલો નાના ગેસ સિલિન્ડર (LPG Cylinder)ખરીદી શકે છે.

સિલિન્ડર ઓળખ કાર્ડ દ્વારા ખરીદી શકાય છે

નાના 5 કિલો ગેસ સિલિન્ડર ફક્ત તમારું ઓળખ કાર્ડ બતાવીને જ ખરીદી શકાય છે. 5 કિલો ગેસ સિલિન્ડર આઇઓસીએલ પેટ્રોલ પમ્પ અથવા ઇન્ડેન એલપીજી વિતરકો પાસેથી લઈ શકાય છે. મોટાભાગના ડિસ્ટ્રિબ્યુટર આ ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી પણ કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અટલી છે કિંમત

પાંચ કિલોનું નાનું ગેસ સિલિન્ડર 257 રૂપિયામાં દિલ્હીમાં ઉપલબ્ધ છે. તે સામાન્ય માણસ, વિદ્યાર્થીઓ અને એકલા રહેતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી.

આ રીતે સિલિન્ડર બુક કરી શકાય છે

ગેસ સિલિન્ડર બુક કરવાની ઇન્ડેનની રીત ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા બેઠા એલપીજી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.

1 ઇન્ડેન એલપીજી સિલિન્ડર બુક કરવા માટે, તમે દેશમાંથી ક્યાંયથી 8454955555 નંબર પર મિસ કોલ કરી શકો છો.

2 વોટ્સએપ દ્વારા પણ બુક કરાવી શકે છે. બુક કરવા માટે, મેસેંજર પર ‘REFILL’ લખો અને તેને 7588888824 નંબર પર મોકલો.

3. તમે ફોન નંબર 7718955555 પર SMS કરીને ગેસ સિલિન્ડર પણ બુક કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">