Parliament winter session 2021: આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021ને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ, ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021માં કાયદાકીય છટકબારીઓ છે.
Parliament winter session 2021 : ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 (Election Act Amendment Bill) સોમવારે લોકસભા (Lok Sabha) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદામાં આધાર કાર્ડને (Aadhaar card) મતદાર યાદી સાથે જોડવાની જોગવાઈ છે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 (Election Act Amendment Bill) મતદાર યાદીના ડેટાને આધાર સાથે જોડાણ કરવાની મંજૂરી આપે છે. આની સાથોસાથ ચૂંટણી કાયદાની જોગવાઈઓ હેઠળ, કોઈપણ લશ્કરી કર્મચારીઓની પત્નીને લશ્કરી મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર ઠરશે. વિપક્ષના હોબાળાને લોકસભાની કામગીરી આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત રાખવામાં આવી છે.
લોકસભામાં ‘ચૂંટણી કાયદા’ (સુધારા) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં આધારકાર્ડને મતદાર યાદી સાથે જોડાણ કરવાની જોગવાઈ કરાયેલી છે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 મતદાર યાદીના ડેટા (મતદાર કાર્ડ)ને આધાર સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. વિપક્ષે રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દા અને લખીમપુર ખીરી ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના રાજીનામાની માંગને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો કર્યો હતો.
ત્યાર બાદ, ગૃહની કાર્યવાહી આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે મચાવેલા હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભા અને પછી લોકસભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે મોદી સરકારે લોકસભામાં મતદાર ઓળખકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટેનું બિલ રજૂ કર્યું હતું. વિપક્ષે આ બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માંગ કરી છે.
સ્થાયી સમિતિમાં મોકલવાની માંગણી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021ને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ, ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021માં કાયદાકીય છટકબારીઓ છે. આ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે અને જે સૌની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. તેનાથી લાખો લોકોના ચૂંટણી અધિકાર છીનવાઈ શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ
Surat: ટ્રેનમાં મહિલા અને તેના પતિ સાથે કરી હતી મારપીટ, LCB એ ગણતરીના કલાકોમાં જ 4 ને પકડી પાડ્યા
આ પણ વાંચોઃ