UP Election 2022: યુપીમાં મહિલાઓને PM મોદીની ભેટ, મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, કહ્યું- માતૃશક્તિ જૂનો સમય પાછો નહીં આવવા દે
પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં મહિલાઓના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તેને આખો દેશ જોઈ રહ્યો છે. આજે મને મુખ્યમંત્રી સુમંગલા યોજનાની લાખો મહિલાઓના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો લહાવો મળ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે પ્રયાગરાજના (Prayagraj) પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ મહિલા સ્વ-સહાય જૂથોની (Women’s Self Help Group) મહિલાઓને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં 1.60 લાખ મહિલા સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર (Online transfer)કર્યા છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં આયોજિત મહિલા સશક્તિકરણ (Women Empowerment) સંમેલનમાં સ્વ-સહાય જૂથોના બેંક ખાતામાં 1000 કરોડની રકમ ટ્રાન્સફર કરી અને 202 ટેક હોમ રાશન (Take home rations) પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં કરી હતી. મહિલા સમૂહોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વર્ષે કુંભમાં અમે પવિત્ર ધરતી પર આવ્યા હતા, ત્યારબાદ સંગમમાં ડૂબકી લગાવીને અલૌકિક આનંદ થયો હતો. આપણી માતૃશક્તિનું પ્રતિક એવી આ તીર્થનગરી માતા ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ રહ્યું છે. અમારુ સૌભાગ્ય છે કે માતાઓ અમને આશીર્વાદ આપવા આવી છે.
યુપીમાં મહિલાઓના સશક્તિકરણના કામને સમગ્ર દેશ જોઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં મહિલાઓના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તેને આખો દેશ જોઈ રહ્યો છે. આજે મને મુખ્યમંત્રી સુમંગલા યોજનાની લાખો મહિલાઓના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો લહાવો મળ્યો. યુપીમાં શરૂ થયેલ બેંક સખીનું અભિયાન પણ મહિલાઓના જીવનમાં મોટા ફેરફારો લાવી રહ્યું છે. DBT દ્વારા સરકાર તરફથી રૂપિયા સીધા ખાતામાં આવે છે. તમારે પૈસા ઉપાડવા માટે બેંકમાં જવાની જરૂર નથી, બેંક મિત્રની મદદથી તમને આ પૈસા ઘરે બેઠા મળી જશે.
આ રીતે બેંક ગામમાં જ આવે છે. આ કોઈ નાનું કામ નથી. યુપી સરકારે આ બેંક મિત્રો પર 75 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનની જવાબદારી સોંપી છે. ગામમાં જેટલા વધુ વ્યવહારો થશે, તેટલી જ તેમની વધુ આવક થશે. આ મોટાભાગની બહેનો છે જેમની પાસે થોડા દિવસો પહેલા પોતાનું બેંક એકાઉન્ટ પણ નહોતું. હવે તેમના હાથમાં ભૌતિક બેંકિંગની શક્તિ આવી ગઈ છે.
આ પણ વાંચોઃ
Delhi Teachers University: દિલ્હીમાં ટીચર્સ યુનિવર્સિટીની કરવામાં આવશે સ્થાપના, 2022-23 માટે પ્રવેશ ટૂંક સમયમાં થશે શરૂ
આ પણ વાંચોઃ