AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિશ કુમારે પીએમ મોદી તરફ ફરીને મંચ પરથી કંઈક એવુ કહ્યુ કે મોદી ખડખડાટ હસી પડ્યા- જુઓ વીડિયો

ઓરંગાબાદમાં તેમના સંબોધન દરમિયાન સીએમ નીતિશ કુમારે પીએમ તરફ જોઈને કહ્યુ કે પહેલા આપ આવ્યા ત્યારે હું ગાયબ થઈ ગયો હતો. પરંતુ હવે હું ક્યાંય આમતેમ થવાનો નથી આપની સાથે જ રહેવાનો છુ, નીતિશે મંચ પરથી આ વચન આપ્યુ તો ત્યાં ઉપસ્થિત પીએમ મોદી પણ તેમનુ હસવાનુ રોકી શક્યા ન હતા અને થોડીપળો માટે વાતવરણમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતુ.

| Updated on: Mar 02, 2024 | 5:41 PM
Share

લગભગ 18 મહિના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પીએમ મોદી એક સાથ મંચ પર જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા પીએમ મોદી આજે બિહારની મુલાકાતે છે. આ દરમિયાન ઓરંગાબાદમાં આયોજિત જનસભામાં પીએમ મોદી અને નીતિશ કુમારે એકસાથે ફોટો પણ પડાવ્યા હતા.

ત્યારબાદ સીએમ નીતિશ કુમારે તેમનુ સંબોધન કર્યુ. તેમણે કહ્યુ મને પુરો વિશ્વાસ છે કે પીએમ મોદી બિહાર આવતા રહેશે. આ મારા માટે આનંદની વાત છે. તેમણે પીએમ મોદીની તરફ ફરીને કહ્યુ આપ પહેલા આવ્યા ત્યારે હું ગાયબ થઈ ગયો હતો. પરંતુ હવે હું ફરી આપની સાથે છુ. હું આપને આશ્વસ્ત કરુ છુ કે હવે હું ક્યાંય આમ તેમ થવાનો નથી.

સીએમ નીતિશ કુમારે કહ્યુ કે આવનારી ચૂંટણીમાં મને પુરો વિશ્વાસ છે કે પીએમ 400 બેઠકો જીતશે. આ સાથે અન્ય દળો પર કટાક્ષ કરતા સીએમ નીતિશે કહ્યુ કે બાકીના લોકો જે આમ તેમ કરી રહ્યા છે તેમનું પણ કંઈ થવાનું નથી. સીએમ નીતિશે પીએમની તરફ ફરીને કહ્યુ બિહારમાં જે પણ વિકાસ થતો રહેશે તેની ક્રેડિટ અમે આપને આપતા રહીશુ. આ દરમિયાન સભામાં હાજર તમામ સમર્થકો જોરજોરથી મોદી મોદાના નારા લગાવવા લાગ્યા હતા. જે બાદ સીએમએ તેમના સમર્થકોને કહ્યુ કે આપણે એકસાથે મળીને કામ કરવુ જોઈએ અને એકબીજા સાથે વિવાદ ન કરવો જોઈએ.

34 હજાર કરોડ રૂપિયાની સૌગાત

બિહારમાં એનડીએની સરકાર બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી બિહારની મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદીએ 34 હજાર કરોડ રૂપિયાની સોગાત પણ આપી. જે પૈકી 21,400 કરોડ ઓરંગાબાદ માટે અને 13,400 કરોડની સોગાત બેગુસરાય માટે આપી. આ ઉપરાંત પીએમ મોદીએ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.. જેમા આરા બાઈપાસ રેલ લાઈનનો શિલાન્યાસ, ખેડૂતો માટે 1962 ફાર્મર્સ એપ લોંચ કરી. 1.48 લાખ કરોડની તેલ ગેસ ક્ષેત્રની પરિયોજનાઓ સહિત અન્ય યોજનાઓ સામેલ છે.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં શું કહ્યુ?

નીતિશ કુમાર ઉપરાંત મંચ પર બિહારના ડિપ્ટી સીએમ સમ્રાટ ચૌધરી પણ હાજર રહ્યા. તો પીએમ મોદીએ તેમના સંબોધનમાં રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી રહેલા તેજસ્વી યાદન પર પ્રહાર કરતા કહ્યુ બિહારમાં પરિવારવાદી લોકો તેમના માતાપિતા દ્વારા બનાવેલી પાર્ટીમાં ઉચ્ચ પદો પર બિરાજી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ અમારી સરકાર કામની શરૂઆત પણ કરે છે અને તેને પુરા પણ કરે છે અને જનતાને સમર્પિત કરે છે. આ ઉપરાંત પીએમ મોદીએ શિલાન્યાસ કરાયેલા પ્રોજેક્ટ્સની યાદીઓ પણ ગણાવી.

આ પણ વાંચો: મમતાએ પીએમ મોદી સાથે કરી બેઠક, જાણો મુલાકાત પર શું બોલ્યા મમતા

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">