નીતિન ગડકરી અધિકારીઓ પર ગર્જ્યા- કહ્યુ સરકાર તમારા કહેવા મુજબ નહી અમારા મુજબ ચાલશે, તમારે માત્ર જી સર કહેવાનુ

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) આદિજાતિ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા. તેમણે કહ્યું કે હું હંમેશા અધિકારીઓને કહું છું કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહીં ચાલે.

નીતિન ગડકરી અધિકારીઓ પર ગર્જ્યા- કહ્યુ સરકાર તમારા કહેવા મુજબ નહી અમારા મુજબ ચાલશે, તમારે માત્ર જી સર કહેવાનુ
Nitin Gadkari
Image Credit source: ANI
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 10, 2022 | 11:34 AM

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) મંગળવારે નાગપુરમાં નોકરશાહી (bureaucrats) પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર (government) અધિકારીઓ મુજબ કામ નહી કરે, તમે પ્રધાનો કહે તે અનુસાર કામ કરો. નીતિન ગડકરી આદિવાસી વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા. તેમણે કહ્યું કે હું હંમેશા અધિકારીઓને કહું છું કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહીં ચાલે, તમારે ફક્ત ‘જી સર’ (Yes Sir) કહેવાનું છે. અમે જે કહી રહ્યા છીએ તેનો તમારે અમલ કરવો પડશે. સરકાર અમારા હિસાબે ચાલશે. તમારા હિસાબે નહી.

નાગપુરમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી. તેમણે સ્પષ્ટ કહ્યું કે કાયદો ગરીબોની ભલાઈના કામમાં અડચણરૂપ ના બનવો જોઈએ. સરકારને કાયદો તોડવાનો અથવા તેને અવગણવાનો અધિકાર છે. મહાત્મા ગાંધી આમ કહેતા હતા. નોકરિયાતોના કહેવા પ્રમાણે સરકાર ન ચાલવી જોઈએ. તેમણે કહ્યું કે ગાંધીજી પણ કહેતા હતા કે જો કાયદો ગરીબોના વિકાસના માર્ગને રોકતો હોય તો કાયદાને તોડી નાખવો જોઈએ.

સરકાર પોતાની રીતે કાર્યવાહી કરશે

કેન્દ્રીય મંત્રીનીતિન ગડકરીએ 1995 માં મહારાષ્ટ્રની મનોહર જોશી સરકારમાં તેમના કાર્યકાળને યાદ કરતા , વર્ણવ્યું કે તેમણે કેવી રીતે સમસ્યાનું સમાધાન કર્યું. ગડકરીએ કહ્યું કે હું હંમેશા નોકરિયાતોને કહું છું કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહીં ચાલે. તમારે ફક્ત ‘હા સર’ કહેવાનું છે. અમે મંત્રીઓ જે કહીએ છીએ તેનો અમલ તમારે કરવો પડશે. સરકાર અમારા હિસાબે કામ કરશે.

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે બાપુ કહેતા હતા કે ગરીબોનું ભલું કરવામાં કોઈ કાયદો આડે આવી શકે નહીં. હું જાણું છું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવામાં કોઈ કાયદો આડે નહીં આવે. પરંતુ જો આવો કાયદો આડે આવે તો તેને 10 વખત તોડતા પણ અચકાતા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati