AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કાવતરું ફક્ત બોમ્બ સુધી મર્યાદિત નહોતું ! ડ્રોન અને રોકેટ પણ બનાવવામાં આવ્યા હતા; NIA એ વધુ એક આરોપીની ધરપકડ કરી

લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં NIA ને મોટી સફળતા મળી છે. એજન્સીએ વિસ્ફોટમાં સંડોવાયેલા આતંકવાદીઓના વધુ એક નજીકના સાથીની ધરપકડ કરી છે.

Breaking News : કાવતરું ફક્ત બોમ્બ સુધી મર્યાદિત નહોતું ! ડ્રોન અને રોકેટ પણ બનાવવામાં આવ્યા હતા; NIA એ વધુ એક આરોપીની ધરપકડ કરી
| Updated on: Nov 17, 2025 | 8:45 PM
Share

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મેળવી છે. NIA એ વિસ્ફોટમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક મુખ્ય સાથીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ કાશ્મીરના રહેવાસી જાસીર બિલાલ વાની ઉર્ફે દાનિશ તરીકે થઈ રહી છે.

NIA ની એક ટીમે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી આરોપીની ધરપકડ કરી હતી. જાસીર ડ્રોનને વધારે પાવરફૂલ બનાવવા માટે તેમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ ઉપરાંત વિસ્ફોટ પહેલાં તે રોકેટ બનાવવાનો પ્રયાસ કરવા જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો.

થયો મોટો ખુલાસો

NIA તપાસમાં ખુલાસો થયો છે કે, જાસીરે આતંકવાદી હુમલો કરવા માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, આ કાર બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા અને 32 ઘાયલ થયા.

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી આરોપી જાસીર બિલાલ અને ઉમર ઉન નબી બંનેએ સાથે મળીને આ આતંકવાદી હત્યાકાંડનું આયોજન કર્યું હતું. બોમ્બ વિસ્ફોટ પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIA હજુ પણ અલગ અલગ ખૂણાઓની તપાસ કરી રહી છે.

રવિવારે પણ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી

એજન્સીની ઘણી ટીમો આતંકવાદી હુમલામાં જોડાયેલ દરેક વ્યક્તિની ઓળખ કરવા માટે વિવિધ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. એક દિવસ પહેલા રવિવારે, ‘NIA’ એ આમિર રાશિદ અલી નામના કાશ્મીરી વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે આતંકવાદી હુમલો કરવા માટે આત્મઘાતી બોમ્બર સાથે કાવતરું ઘડ્યું હતું.

કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજધાની દિલ્હીથી આમિર રાશિદ અલીની ધરપકડ કરી હતી. NIA ની તપાસમાં બહાર આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના પમ્પોરના સાંબુરાના રહેવાસી આરોપીએ આત્મઘાતી બોમ્બર ઉમર ઉન નબી સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આમિર દિલ્હીમાં કાર ખરીદવામાં મદદ કરવા આવ્યો હતો, જેનો ઉપયોગ વિસ્ફોટ કરવા માટે વાહન આધારિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તરીકે કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, જસીર બિલાલ વાની, ઉર્ફે દાનિશ અને હમાસ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની જેમ ભારતમાં પણ હુમલાઓનું આયોજન કરી રહ્યો હતો.

મોટાપાયે વિસ્ફોટ કરવાનું પ્લાનિંગ હતું

તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓ સતત ડ્રોનમાં ફેરફાર કરીને તેનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ યોજનામાં ડ્રોન પર કેમેરા, બેટરી અને નાના બોમ્બ લગાવવાનો સમાવેશ થતો હતો, જે ભીડવાળા વિસ્તારો અથવા સુરક્ષા મથકો પર ઉડાવીને વિસ્ફોટ કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હમાસ અને બીજા આતંકવાદી જૂથો સીરિયા, ગાઝા અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં સમાન ડ્રોન હુમલા કરે છે. દાનિશ અને તેના સહયોગીઓ ભારતમાં આ મોડેલ લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Delhi Blast: અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને ફટકારી નોટિસ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ કરશે પુછપરછ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">