AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખૂંખાર નક્સલવાદી કમાન્ડર દિનેશ ગોપ નેપાળમાંથી ઝડપાયો, તેના માથે 30 લાખનું હતુ ઈનામ

નક્સલવાદી કમાન્ડર દિનેશ ગોપની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નેપાળમાંથી ધરપકડ કરી છે. 30 લાખનું ઈનામ ધરાવતો આ નક્સલી કમાન્ડર વેશ બદલીને નેપાળમાં છુપાઈ ગયો હતો.

ખૂંખાર નક્સલવાદી કમાન્ડર દિનેશ ગોપ નેપાળમાંથી ઝડપાયો, તેના માથે 30 લાખનું હતુ ઈનામ
Naxalite commander Dinesh Gop
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 2:53 PM
Share

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કુખ્યાત નક્સલવાદી કમાન્ડર દિનેશ ગોપની ધરપકડ કરી છે. આ નક્સલવાદી નેપાળમાં છુપાયેલો હતો. પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના વડા દિનેશ ગોપે પર 30 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઝારખંડ પોલીસ દ્વારા 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે NIA દ્વારા પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

ઝારખંડ છત્તીસગઢની પોલીસ ઉપરાંત સીઆરપીએફ અને એનઆઈએ પણ આ નક્સલવાદીને શોધી રહી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પાસેથી મળેલી માહિતી મુજબ, તાજેતરમાં જ પોલીસને આ નક્સલી વિશે ઈનપુટ મળ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિનેશ ગોપે દેખાવ બદલીને નેપાળમાં છુપાયેલો છે. આ ઇનપુટના આધારે, દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને રવિવારે નેપાળમાં તેના છુપાયેલા ઠેકાણાથી તેને પકડી પાડ્યો.

પોલીસે જણાવ્યું કે દિનેશ ગોપે દેશમાં પ્રતિબંધિત સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PLFI)નો વડા છે અને તે 15 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. તે ઝારખંડમાં સૌથી વધુ સક્રિય રહ્યો છે. આવી સ્થિતિમાં ઝારખંડની પોલીસે તેની ધરપકડ કરવા અથવા તેના વિશે માહિતી આપનારને 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તે જ સમયે, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે તેની શોધ કરી રહેલી NIAએ ભૂતકાળમાં તેની સામે પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કુખ્યાત નક્સલી નેપાળમાં બેસીને છત્તીસગઢ અને ઝારખંડમાં નક્સલવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો. આ માટે તે નેપાળથી જરૂરિયાત મુજબ આવ-જા કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ નક્સલી વિરુદ્ધ અત્યાર સુધીમાં 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયા છે. પોલીસે તેનો સંપૂર્ણ ગેંગ ચાર્ટ પણ તૈયાર કરી લીધો છે. આ ચાર્ટમાં તેના તમામ સહયોગીઓના નામ છે. જેમાંથી અડધા ડઝનથી વધુ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોટી સંખ્યામાં સહયોગી ફરાર છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેમને શોધી રહી છે.

પોલીસે જણાવ્યું કે દિનેશ ગોપે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાનો આખો દેખાવ પણ બદલી નાખ્યો હતો. તેણે માત્ર દાઢી રાખવાનું જ શરૂ કર્યું ન હતું, પરંતુ વાળ વધારીને શીખોની જેમ પાઘડી બાંધવાનું પણ શરૂ કર્યું હતું. નેપાળમાં ધરપકડ સમયે પણ તેણે પાઘડી પહેરી હતી. પોલીસે જણાવ્યું કે આ નક્સલવાદીનું નેટવર્ક બેલ્જિયમ અને ચીન, પાકિસ્તાન અને સ્કોટલેન્ડ સિવાય દેશની બહાર છે. આ દેશોમાં બેઠેલા તેના સાથીદારો દ્વારા તે નેપાળમાં હથિયારોનો કન્સાઈનમેન્ટ મેળવતો હતો અને અહીંથી તે તેને ઝારખંડ અને છત્તીસગઢમાં તેના નક્સલવાદી સાથીઓ સુધી પહોંચાડતો હતો. આ હથિયારોની દાણચોરીનો હેતુ પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ પર હુમલો કરવાનો અને દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડવાનો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">