Sukma Encounter: છત્તીસગઢમાં DRG જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 2 નક્સલવાદી ઠાર; સર્ચ ઓપરેશન ચાલુ

સુકમા જિલ્લામાં પોલીસને નક્સલી મોરચે મોટી સફળતા મળી છે. આજે સવારે ભેજી પોલીસ સ્ટેશન વિસ્તારના દંતેશપુરમ જંગલમાં એન્કાઉન્ટર થયું હતું.

Sukma Encounter: છત્તીસગઢમાં DRG જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 2 નક્સલવાદી ઠાર; સર્ચ ઓપરેશન ચાલુ
breaking news terrorist killed in an encounter between naxalites and police
Follow Us:
| Updated on: May 08, 2023 | 10:07 AM

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે વહેલી સવારે ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર દરમિયાન ડીઆરજી જવાનોએ બે માઓવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં એક મહિલા નક્સલવાદી પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા બંને નક્સલવાદી પતિ-પત્ની છે અને તેમના પર આઠ લાખ અને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર જિલ્લાના ભેસાઈ વિસ્તારમાં થયું હતું.

સુકમા એસપી પોતે આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એડિશનલ એસપી કિરણ ચવ્હાણે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુનજબ ઠાર થયેલા બે આંતકીઓ પર ઈનામ જાહેર કરવામાં આવ્યા હતા.  08 લાખના ઈનામ સાથે નક્સલવાદી ગોલાપલ્લી એસઓએસ કમાન્ડર માર્કમ ઈરા અને 03 લાખના ઈનામ સાથે નક્સલવાદી ઈરાની પત્ની પોડિયમ ભીમને જવાનોએ ઠાર કર્યા છે.

સર્ચ ઓપરેશન ચાલુ

સુકમા પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. વધુ કેટલાક નક્સલવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં ડીઆરજીના 11 જવાનો શહીદ થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું હતું.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

દંતેશપુરમના જંગલોમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર

આજે સવારે સુકમામાં નક્સલવાદીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભેસાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતેશપુરમ જંગલમાં ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જવાનો હજુ પણ સ્થળ પર હાજર છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ટીમે માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.

સુકમાના એસપીએ કર્યુ નેતૃત્વ

કહેવામાં આવી રહ્યું છે કે સુકમાના એસપી સુનીલ કુમાર પોતે આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. એડિશનલ એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે આઠ લાખના ઈનામ સાથે નક્સલવાદી ગોલાપલ્લી એસઓએસ કમાન્ડર મડકામ ઈરા અને ત્રણ લાખના ઈનામ સાથે નક્સલવાદી ઈરાની પત્ની પોડિયમ ભીમે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. તેમની પાસેથી મોટી માત્રામાં આઈઈડી અને ઓટોમેટિક હથિયારો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. નક્સલવાદીઓ અરનપુર જેવી મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">