પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ જેપી નડ્ડા-અમિત શાહને મળીને ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે નવજોતસિંહ સિદ્ધએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ. રાજીનામુ આપતા સિદ્ધુએ, કોંગ્રેસમાં રહીને પક્ષનુ કામ કરતા રહેવાની વાત કરી છે.
પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધએ, પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ છે. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવાના હોવાના સમાચાર વહેતા થયા હતા. જેના પગલે, પંજાબના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.
Punjab Congress chief Navjot Singh Sidhu resigns pic.twitter.com/KbDbderXeo
— ANI (@ANI) September 28, 2021
પંજાબમાં મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની નવી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, પંજાબના રાજકારણમાં ગરમાવો યથાવત છે. પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. જો કે કેપ્ટને છેલ્લે સ્પષ્ટતા કરી છે કે, તેઓ અંગત કામ અર્થે દિલ્લી આવ્યા છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પાડતા અટકાવવા માટે, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ, કોંગ્રેસ હાઈકમાન્ડને તેમનુ રાજીનામુ સોપી દીધુ છે.
પંજાબ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ફુંકાયેલ રાજકીય વાવાઝોડુ શાંત થવાનુ નામ નથી લેતુ. સમયાતંરે પંજાબ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપના આચંકાઓ આવતા રહે છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ મંગળવાર 28મી સપ્ટેમ્બરે, પોતાના હોદ્દા પરથી રાજીનામુ હાઈકમાન્ડને ઘરી દીધુ છે. જો કે રાજીનામુ આપતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં રહીને પક્ષનુ કામ કરતા રહેવાની વાત કરી છે.
પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીની સરકાર રચાયાના ગણતરીના દિવસોમાં જ પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ દિલ્લી જઈને ભાજપના સર્વોચ્ચ નેતાગણને મળવાના હોવાના સમાચાર વહેતા તથા જ પંજાબ કોંગ્રેસમાં હંડકંપ મચ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પડતા અટકે અને ચૂંટણી રાજકીય અસ્થિરતાની કોઈ અસર ના થાય તે માટે હાઈકમાન્ડના કહેવાથી નવજોતસિંહે રાજીનામુ આપી દિધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.
પંજાબમાં ચર્ચાઈ રહેલી ચર્ચા મુજબ, નવજોત સિંહ સિદ્ધુને પૂછ્યા વગર અમૃતસરના પોલીસ કમિશનરની બદલી કરવા અને નવા કમિશનરની નિમણૂકથી સિદ્ધુ નારાજ હતા. તો બીજીબાજુ, મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની વતી છેલ્લા કેટલાક દિવસોથી નવજોત સિંહ સિદ્ધુને સતત સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હતા. નવજોતસિંહને, મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીના કોઈ સરકારી કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી રહ્યા ન હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુખજિંદર સિંહ રંધાવાને ગૃહ મંત્રાલય આપવામાં આવવાથી નવજોતસિંહ સિદ્ધુને નારાજ હતા. સિદ્ધુને આશા હતી કે જ્યારે એક જાટ શીખના ચહેરા તરીકે સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું તેમ છતાં તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ન હતા સિદ્ધુનુ માનવુ હતુ કે, હાઈકમાન્ડ જાટ શીખ અને લોકપ્રિય ચહેરાના નામ પર વિચાર કરશે, પરંતુ તેમ ના થતા નવજોત સિંહ સિદ્ધુ નારાજ હતા અને આખરે તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દિધુ.
બીજી બાજુ, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, હુ કહેતો હતો કે તેઓ પંજાબ જેવા સરહદી અને સંવેદનશીલ રાજ્ય માટે અનુકુળ વ્યક્તિ નથી.
I told you so…he is not a stable man and not fit for the border state of punjab.
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 28, 2021
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે