પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં, જેપી નડ્ડા-અમિત શાહને મળી શકે છે, ભાજપમાં જોડાવવાની અટકળ
Punjab Politics: પંજાબમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, ત્યાંના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ છે. વાસ્તવમાં, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh ) આજે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા (J P Nadda) અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરશે. પંજાબના રાજકીયક્ષેત્રે એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ પક્ષે અપમાન કર્યા બાદ કેપ્ટન અમરિંદર કોંગ્રેસ છોડીને અન્ય રાજકીયપક્ષમાં જોડાશે. દિલ્લી મુલાકાત દરમિયાન ભાજપના નેતાઓને મળવાના હોવાથી કેપ્ટન ભાજપનો ભગવો ધારણ કરશે તેમ કહેવાઈ રહ્યુ છે.
પંજાબમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, ત્યાંના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ છે. વાસ્તવમાં, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આજે સાંજે દિલ્હીમાં જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને મળશે.
તાજેતરમાં, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) સાથે પક્ષમાં ચાલી રહેલા વિવાદ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને (Charanjit Singh Channy) તેમના સ્થાને પંજાબના નવા સીએમ બનાવ્યા. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે.
કેપ્ટને અપમાનિત થયાનુ અનુભવ્યુ રાજીનામું આપ્યા બાદ કેપ્ટને ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત કહેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમના બાળકો જેવા છે, પરંતુ પંજાબના મામલામાં તેમણે જે રીતે વર્તન કર્યું તે તેમની રાજકીય બિનઅનુભવીતા દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં ચાલી રહેલા વિવાદથી અપમાનિત થઈ રહ્યા છે, જેના કારણે તેમણે મુખ્યપ્રધાન પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસના પ્રવક્તાએ આપ્યો જવાબ કેપ્ટન અમરિંદરના આક્ષેપો સામે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટે જવાબ આપતા પણ કહ્યું કે અમરિંદર સિંહનું નિવેદન તેમના કદ પ્રમાણે નથી, પરંતુ તેઓ કોંગ્રેસના મોટા નેતા છે અને શક્ય છે કે તેમણે ગુસ્સામાં કંઈક કહ્યું હશે.
તે કદાચ મારા પિતાની ઉંમરના હશે. વડીલો ગુસ્સે થાય છે અને ખૂબ ગુસ્સે થાય છે અને કેટલીકવાર તેઓ ગુસ્સામાં ઘણી બધી વાતો કહે છે. અમે તેમના સ્વભાવ, તેમની ઉંમર, તેમના અનુભવનું સન્માન કરીએ છીએ અને મને લાગે છે કે તે ચોક્કસપણે તેના પર પુનર્વિચાર કરશે.
આ પણ વાંચોઃ આ મહિલા ધારાસભ્ય એ સમજાવ્યું ભ્રષ્ટાચારનું ગણિત, લોટમાં મીઠા જેટલી લાંચ લે તો ચાલે !
આ પણ વાંચોઃ ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ