AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે છેલ્લા 10 વર્ષની સરખામણીએ રેકોર્ડ તોડયો છે. તેમજ હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે
Gujarat has recorded record breaking rainfall in September this year as compared to last 10 years ( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 3:27 PM
Share

ગુજરાતમાં(Gujarat)સામાન્ય રીતે આ વર્ષે ચોમાસાની(Monsoon)શરૂઆત બાદ લાંબા સમય સુધી વરસાદ પડ્યો ન હતો. જેમાં તો ઓગસ્ટ માસના અંત સુધી તો રાજ્યમાં કુલ સરેરાશ 50 ટકા જેટલો જ વરસાદ નોંધાયો હતો. તેમજ પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાઓ શરૂ થવા માંડી હતી.

જો કે તેની બાદ  સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે છેલ્લા 10 વર્ષની સરખામણીએ રેકોર્ડ તોડયો છે તેમજ હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તે જોતાં આગામી દિવસોમાં હજુ પણ નવા રેકોર્ડ જોવા મળશે.

ગુજરાતના છેલ્લા 10 વર્ષમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો વર્ષ 2012માં 247 મી.મી. જ્યારે વર્ષ 2013 -320મી.મી, 2014માં-268મી.મી, 2015માં-119મી.મી, 2016માં-108મી.મી,2017માં-62,2મી.મી,2018માં- 40મી.મી,2019માં-338મી.મી, 2020માં-123મી.મી,  2021માં-340મી.મી વરસાદ નોંધાયો હતો.

આમ જોવા જઇતો તો ગુજરાતમાં વર્ષ 2021ના સપ્ટેમ્બર માસમાં 28 તારીખ સુધી સિઝનનો કુલ  87  ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે હજુ પણ આગામી ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી પણ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, વડોદરા અને બનાસકાંઠામાં પડ્યો છે. ડીસા, ક્વાંટ અને ડભોઈમાં વરસાદને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 87 ટકા વરસાદ પડ્યો છે.

અલગ અલગ ઝોનની વાત કરીયે તો કચ્છમાં 88 ટકા,ઉત્તર ગુજરાતમાં 69 ટકા, મધ્ય ગુજરાતમાં 77 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા અને દક્ષિણ ગુજરાત 83 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40 થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

ભલે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડ્યો હોય.પરંતુ સપ્ટેમ્બર મહિનામાં મેઘકૃપા સારી થઇ છે.જેના કારણે રાજ્યમાં વરસાદની ઘટ ઓછી થઇ ગઇ છે.અને હવે જો આગામી દિવસોમાં ભારે વરસાદ આવશે તો વરસાદની ઘટ સંપૂર્ણ સમાપ્ત થઇ શકે છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, અધ્યક્ષને પ્લે કાર્ડ બતાવ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">