પંજાબ વિધાનસભામાં CM ચન્નીની સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ
સીએમ ચરણજીત સિંહ ચન્નીએ અકાલી દળના નેતાઓને ડ્રગ ડીલર ગણાવ્યા હતા. જે બાદ અકાલી દળના ધારાસભ્યો ગુસ્સે થઈ ગયા હતા અને ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ અને ધારાસભ્યો સામસામે થઈ ગયા હતા.
પંજાબ વિધાનસભા(Punjab Assembly)માં મુખ્યમંત્રી ચન્ની(CM Charanjit Singh Channi)ની સ્પીચ દરમિયાન જોરદાર હંગામો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે, નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓમાં હાથાપાઈ થઈ હતી. સીએમ ચરણજીત સિંહ ચન્નીના અકાલી દળના નેતાઓને નશાના સોદાગર કહ્યું હતા. ત્યાર બાદ અકાલી દળના ધારાસભ્યો ભડકી ગયા અને ત્યાર બાદ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા અને ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા.
વિધાનસભામાં થયેલા હંગામાં પર નવજોતસિંહ સિદ્ધુનું એક નિવેદન આવ્યું છે જેમાં પંજાબ કોંગ્રેશના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુએ જણાવ્યું કે, વિપક્ષ ડરેલું છે એટલા માટે જાણી જોઈને આમ (હાથાપાઈ) કરવામાં આવ્યું છે. ચન્ની સરકાર, પંજાબ કોંગ્રેસ અહીંના લોકો માટે કામ કરી રહી છે. જે પણ યોજનાઓ બનાવી, જાહેરાત કરી છે તે આગામી પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ કે મહીનાને ધ્યાનમાં રાખીને નહીં.
પંજાબ વિધાનસભાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોના અંતના 1 મિનિટમાં જોવા મળી રહ્યું છે કે, અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયા અને અન્ય અકાલી ધારાસભ્યો સીએમની સીટ સામે પહોંચી ગયા અને ત્યાં વચ્ચે બચાવ માટે નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય કોંગ્રેસ ધારાસભ્યો પણ આવી ગયા હતા. જે બાદ બન્ને પક્ષોમાં તકરાર થઈ, પરંતુ જેવી જ હાથાપાઈની નોબત આવી તો તેવું જ પંજાબ સરકારે તેનું ટેલીકાસ્ટને વચ્ચેથી બંધ કરી દીધું.
સીએમ ચરણજીત સિંહ ચન્નીએ સદનમાં પોતાની સ્પીચ દરમિયાન અકાલી નેતાઓ તરફ ઈશારો કરતા રહ્યું કે, તમે બધા નશાના વ્યવસાય સાથે જોડાયેલા છો ત્યારે બાદ વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.